Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

કપડવંજમાં ગરોડ માર્ગ પર કચરાના ઢગલામાં ધુમાડાથી પ્રદૂષણનો ખતરો:લોકોના સ્વાસ્થ્યને જોખમ

કપડવંજ : કપડવંજમાંથી એકત્ર થયેલો કચરો ગરોડ રોડ પર ઠલવાય છે. વેસ્ટેજ- કચરો હટાવવા માટેનું ટેન્ડર સેલેસ્ટીયલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રા. લિ. ઈન્દોરને અપાયું છે. આ ડમ્પિંગ સાઈટ પર કચરો સળગતા ધૂમાડાના ગોટેગોટા ફેલાવવાથી પ્રદૂષણનો પ્રશ્ન ઉભો થયો છે. સત્તાધીશોનું કહેવું છે કે લગભગ ૧૦ દિવસથી આ ચિનગારી લાગેલી છે ત્યારે પ્રશ્ન એ છે કે આ આગ કોણે લગાડી અને પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેના જવાબદાર કોણ છે. 

કપડવંજ નગરપાલિકા દ્વારા નગરમાંથી એકત્ર થયેલો વેસ્ટેજ-કચરો ગરોડ રોડ ઉપર ઠાલવવામાં આવે છે. ઠલવાયેલા વેસ્ટ કચરો હટવવાનું ૪૧ હજાર ટન અંદાજે બે કરોડથી વધુ વેસ્ટજ કચરો હટાવવા માટેનું ટેન્ડર સેલેસ્ટીયલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રા.લી. ઈન્દોરના નામે વેસ્ટજ કચરો હટાવવાના ટનના ૫૯૪ રૂપિયા લેખે મંજુર કરવામાં આવ્યા છે. આ વેસ્ટ કચરો હટાવવા બાબતે સ્થળ ઉપરથી કેટલો વેસ્ટ કચરો હટાવાયો ત્યારે સ્થળ નિરીક્ષક સેનેટરી ઇન્સ્પેક્ટર જયમૈષ ચૌધરીને પુછતા અંદાજે ૧૩-હજાર ટન કચરો હટાવાયો છે બાકીનું કામ ચાલુ છે. ઉપરાંત આ કચરો હટાવવાના સ્થળે કચરો સળગતા ધુમાડના ગોટેગોટા ફેલાવવાથી આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનો પ્રશ્ન ઉભો થયો છે?.

(6:13 pm IST)