Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી

પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વરસાદ વરસશે : અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે :માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ : ગુજરાતમાં ભર ઉનાળામાં ફરી વરસાદ પડવાની આગાહી છે.હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ચોમાસા પહેલાનો વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 28 અને 29 મે એ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિલ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે

   
(7:47 pm IST)