Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના, ડી-લિસ્ટીંગ મહારેલી”

સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં જનજાતિ સમાજના લોકો એકત્ર થયા

અમદાવાદ : જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત દ્વારા 27મે શનિવારના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના, ડી-લિસ્ટીંગ મહારેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં જનજાતિ સમાજના લોકો એકત્ર થયા હતા.

આ મહારેલીમાં સંબોધન કરતા જનજાતિ વિષયમાં કાયદા નિષ્ણાત અને માનનીય ન્યાયાધીશ પ્રકાશભાઉ ઉઈકેજીએ જણાવ્યું કે શૈક્ષણિક, સામાજિક તથા આર્થિક રીતે નબળા હોવાને કારણે અનુસૂચિત જનજાતિ વર્ગને પણ કલમ 342 હેઠળ અનામતનો લાભ આપવામાં આવ્યો હતો. પરંતુ તત્કાલીન બંધારણ સભામાં કલમ 342માં ધર્માંતરિત જનજાતિઓને અનામતનો લાભ નહીં આપવાની જોગવાઈ ઉમેરી શકાઈ નહોતી

  તેમણે કહ્યું કે આનું દુષ્પરિણામ એ આવ્યું કે 1950 થી 1970 સુધીના બે દાયકામાં જનજાતિ સમુદાયમાં અનેક લોકોનું ધર્માંતર કરવામાં આવ્યું. તે અંગે તત્કાલીન કોંગ્રેસ સરકારના સંસદસભ્ય કાર્તિક ઉરાવના પ્રયાસથી સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી. તે ઉપરાંત સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંસદમાં એક ખરડો દાખલ કરવામાં આવ્યો કે જનજાતિના જે લોકોએ ખ્રિસ્તી અથવા ઇસ્લામ સંપ્રદાયો અપનાવી લેવામાં આવ્યો હોય તેમને કલમ 342 હેઠળ અનામતનો લાભ આપવામાં ન આવે. પરંતુ કાર્તિક ઉરાવજીના પ્રયાસો છતાં એ ખરડો આજ સુધી સંસદમાં પસાર થઈ શક્યો નથી.

(11:35 pm IST)