Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

રાજ્યમાં માવઠાને પગલે 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

રાજ્યના 13 જિલ્લાના 48 તાલુકામાં 555 ટીમે પાક નુકસાનીનો સરવે કર્યો :અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે TDOનો સંપર્ક કરવાનો રહેશે: કૃષિ મંત્રીએ જામનગરમાં ખેતીવાડી અને સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી.

અમદાવાદ :રાજ્યમાં માવઠાને પગલે 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે તેવું કૃષિ પ્રધાન રાઘવજીભાઈ  પટેલે જણાવ્યુ છે. અસરગ્રસ્ત 13 જિલ્લાના 48 તાલુકામાં 555 ટીમે પાક નુકસાનીનો સરવે કર્યો છે અને SDRFના નિયમ મુજબ 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તે ખેડૂતોને સહાય મળશે. અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે TDOનો સંપર્ક કરવાનો રહેશે.

માવઠાને કારણે મોટાભાગના ખેડૂતોને નુકશાન થયું હોવાની વાત સામે આવી હતી. જે બાદ સરકાર દ્વારા સરવે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે એચએએલ બેઠક જામનગર ખાતે મળી હતી તે દરમ્યાન રાજ્યના કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે.

ખેડૂતોની અરજી મળ્યા બાદ તેમના ખાતામાં જ સહાયની રકમ જમા થઈ જશે. કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે જામનગરમાં ખેતીવાડી અને સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તો જમીન રિ-સરવે મુદ્દે રાઘવજી પટેલે કહ્યું કે જામનગર જિલ્લામાં એક પણ અરજી પેન્ડિંગ નહીં રહે. અધિકારીઓને તાત્કાલિક જમીન રિ-સરવે અંગે કામ કરવાના આદેશ આપ્યા છે

(12:08 am IST)