Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી બાબુ રામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો

- બાબુ રામે કૉંગ્રેસને રામ રામ કર્યા બાદ અમિતભાઈ શાહની હાજરીમાં ભાજપમાં ભળ્યા

અમદાવાદ :કોંગ્રેસના નેતાઓનો  ભાજપમાં ભળવાનો સિલસિલો યથાવત છે. ભાજપની જાફરાબાદમાં યોજાયેલી અમિતભાઈ  શાહની જનસભામાં કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં ભળ્યા છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી બાબુ રામે કેસરીયો ખેસ ધારણ કર્યો છે.  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહના હસ્તે બાબુ રામે ખેસ ધારણ કર્યો છે,

 અત્રે  ઉલ્લેખનીય છે કે બાબુ રામ આહીર સમાજના અગ્રણી છે. બાબુ રામે ગઈકાલે કૉંગ્રેસને રામ રામ કર્યા હતા અને ત્યારબાદ અમિતભાઈ  શાહની હાજરીમાં ભાજપમાં ભળ્યા હતા.

(9:23 pm IST)