Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

અમદાવાદની મુસ્લિમ ફાઈટર્સ ક્લબે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું

 અંદાજે ત્રણ હજાર જેટલા પરિવારો મુસ્લિમ ફાઈટર્સ ક્લબ સાથે જોડાયેલા છે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લઘુમતી મતદારોને રિઝવવા તમામ પાર્ટીઓ જોર લગાવી રહી છે ત્યારે અમદાવાદની મુસ્લિમ ફાઈટર્સ ક્લબે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું છે. અંદાજે ત્રણ હજાર જેટલા પરિવારો મુસ્લિમ ફાઈટર્સ ક્લબ સાથે જોડાયેલા છે

. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, ગટર, રોજગારી સહિતની સમસ્યાઓ લાંબા સમયથી દૂર થતી નથી. આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને AIMIMને સમર્થન આપવા છતાં લોકોના પ્રશ્ન દૂર થયા નથી ત્યારે મુસ્લિમ ફાઈટર્સ ક્લબને આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે

(10:43 pm IST)