Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

કાસ્ટિંગ યાર્ડની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત

રેલવે મંત્રી દર્શના જરદોષ પણ હાજર રહ્યા : સુરતના વક્તાણા ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ તૈયાર કરાયું છે, જ્યાં ૨૯૪ સ્પાનનું ઉત્પાદન કરવામાં આવશે

સુરત, તા.૨૬ : જિલ્લાના વક્તાણા ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ મુંબઈથી અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિદોર ખાતે આજરોજ ગુજરાત રાજય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. સુરતના વક્તાણા ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં ૨૯૪ સ્પાનનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં ૫૨૯૨ સેગમેન્ટના કાસ્ટિંગનો સમાવેશ થશે. આ સ્પાન દ્વારા મુંબઈ-અમદાવાદ એચએસઆર કોરિડોરના ૯ કિમી લંબાઈના વાયાડક્ટ બનવા જઇ રહ્યો છે. જ્યાં આજરોજ ગુજરાતના સી.એમ ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. ચાલી રહેલા પ્રોજેકટના અંતરગતમાં સી.એમ સાથે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવી, રેલવે મંત્રી દર્શના જરદોષ પણ બુલેટ પ્રોજેકટની મુલાકાત લીધી હતી.

આ પ્રોજેકટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ એ ૫૦૮ કિમી લાંબો ભારતની સૌપ્રથમ હાઈ-સ્પીડ રેલ નેટવર્ક છે. ૫૦૮ કિમીમાંથી ૩૫૨ કિમી ગુજરાત રાજ્યમો અને દાદરા અને નગર હવેલીમાંથી અને બાકીનો ૧૫૬ કિમી મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થાય છે. ગુજરાત અને દાદરા અને નગર હવેલી બંને જગ્યાએ બાંધકામ ચાલુ છે. જ્યાં અનુક્રમે ૯૮% અને ૧૦૦% જમીન સંપાદિત કરવામાં આવી છે.

ગુજરાતમાં હાઈ સ્પીડ રેલ એલાઈનમેન્ટ આઠ જિલ્લાઓ એટલે કે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદમાંથી પસાર થાય છે. તમામ આઠ જિલ્લાઓમાં કામ ચાલુ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૪૦% જમીન સંપાદન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યમાં જમીન અને બાંધકામમાં ૭૨,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે, અત્યાર સુધીમાં રૂ. ૧૪,૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

(9:10 pm IST)