Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

રાજપીપળા સિંધીવાડમાં ઘર આંગણે પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી થતા માલિકે પોલીસ ફરીયાદ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિંધીવાડ વિસ્તારમાં રહેતા શખ્સની ઘર આંગણે પાર્ક કરેલી મોટર સાયકલની ચોરી થતા પોલીસમાં ફરીયાદ થઈ છે

મળતી માહિતી મુજબ રાજપીપળા સિંધીવાડમાં રહેતા યારીન ખાન યામીનખાન પઠાણએ આપેલી ફરીયાદ અનુસાર તારીખ 25 રાતે બે વાગ્યા થી 26 ડિસેમ્બર સવારે 6 વાગ્યા ના સમય માં તેમણે તેમના ઘર આગળ પાર્ક કરેલી બજાજ કંપનીની પલ્સર બાઈક નંબર GJ.22.K.3331 કિંમત રૂપિયા 40,000 ઘર આગળ નહિ મળતા ઘણી શોધખોળ બાદ પણ કોઈ ભાળ ન મળતા આખરે કોઈ અજાણ્યો ચોરી કરી લઈ ગયો હોવાનું માલુમ પડતા રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:29 pm IST)