Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

અમદાવાદના મણિનગરની LG હોસ્પિટલમાં વીજળી ગુલ:દર્દીઓને પડી પારાવાર મુશ્કેલી!

સવારે ત્રણ કલાક અને બપોર બાદ ચાર વાગ્યે ફરીવાર વીજળીનો પુરવઠો ખોરવાયો

અમદાવાદ: શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમં અમદાવાદ શહેરના મણિનગરમાં આવેલી એલ.જી હોસ્પિટલ સકુંલમાં વીજળી ગુલ થઈ હતી.તો વીજળી ગુલ થતા સારવાર અર્થે દાખલ દર્દીઓની હાલાકી વધી હતી. દિવસમાં બે વખત વીજળી ગુલ થઈ. સવારે ત્રણ કલાક અને બપોર બાદ ચાર વાગ્યે ફરીવાર વીજળીનો પુરવઠો ખોરવાયો હતો. જેથી હોસ્પિટલમાં હાજર તબીબોએ મોબાઈલની લાઈટથી દર્દીઓની સારવાર કરી હતી.

(7:21 pm IST)