Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

માંડલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિઠ્ઠલાપુરના નવીન બિલ્ડિંગનું ઉદઘાટન કરાયું

વિઠ્ઠલાપુર ખાતે ૧ કરોડ ૫ લાખ રૂપિયાના ખર્ચે નુતન બિલ્ડીંગનુ નિર્માણ કરાયું : અમદાવાદ જિલ્લામાં ૫ મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રૂપિયા ૧ કરોડ અને ૫ લાખના ખર્ચે નવિન બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. ગુડ ગવર્નન્સ વીક અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિઠ્ઠલાપુરના નવીન બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન ના વરદ હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સોમવારે અમદાવાદ જિલ્લામાં કુલ ૫ મોબાઈલ હેલ્થ યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિઠ્ઠલાપુર ખાતે  કોવિડ રસીકરણ, વૃક્ષારોપણ, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ, નિરામયા કેમ્પ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, આરોગ્ય સમિતિના ચેરમેન દીવાનજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ મહેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય ભીખાભાઈ વાઘેલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શૈલેષ પરમાર, ડૉ શિલ્પા યાદવ, ડૉ ગૌતમ નાયક, ડો કાર્તિક શાહ, ડો ચિંતન દેસાઈ, ડો સ્વામી કાપડિયા, નરેન્દ્રસિંહ રાઠોડ, ડૉ શરદ પાલીવાલ, મેડિકલ ઓફિસર, આયુષ મેડીકલ ઓફિસર, સરપંચ સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ, પદાધિકારીઓ, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:59 pm IST)