Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

જીવનદાયીની નદીઓની રક્ષા આપણું કર્તવ્યઃ ભુપેન્દ્રભાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ નદી મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

સુરત, તા. ર૭ :  નદીઓ અને પર્યાવરણ આપણી અમુલ્ય સંપતિ છે. રાજયના વિકાસના પુરાવા રેલ છે. ભાવી પેઢીઓ નદીઓ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત બને તે જરૂરી છે. નદી મહોત્સવ નદીઓના કિનારાની આપણી ભૂલાયેલ સંસ્કૃતિને જીવંત કરવાનો પ્રયાસ છે તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ સુરત ખાતે નદી મહોત્સવનો પ્રારંભ કરાવતા જણાવેલ તેમણે સિંગણપોર કોઝ-વે ખાતે તાપી નદીની પૂજા-અર્ચના કરેલ.

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ રાજય સરકાર દ્વારા ર૬ થી ૩૦ ડિસેમ્બર સુધી રાજયમાં નદી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેની શરૂઆત સુરત ખાતે ભુપેન્દ્રભાઇની હાજરીમાં થઇ હતી. ભુપેન્દ્રભાઇએ વધુમાં જણાવેલ કે માનવીથી લઇને જીવ જંતુઓ માટે શુધ્ધ અને મીઠા પાણીનો એક માત્ર સ્ત્રોત નદીઓ છે તેવામાં જીવનદાયીની નદીઓની રક્ષા કરવી આપણું કર્તવ્ય છે.

તેમણે પૂર્વ સરકારો ઉપર પ્રહાર કરતા જણાવેલ કે એક સમય હતો જયારે સાબરમતી નદીના કિનારાઓ ક્રિકેટ મેદાન અને સરકસના તંબુઓ નજરે પડતા હતા.

(3:04 pm IST)