Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

સુરતની સાસમા કોલેજના પ્રોફેસરે એબીવીપીનો ખેસ પહેરીને લેકચર આપતા વિવાદઃ એબીવીપી અને એનએસયુઆઇએ એકબીજા ઉપર આક્ષેપો મુકીને વિરોધ પ્રદર્શન કર્યુઃ પુતળા દહન

એનએસયુઆઇના કાર્યકર્તાઓ કોલેજમાં ઘુસી આવ્‍યા અને વિરોધ કર્યો

સુરતઃ સુરતની સાસમા કોલેજમાં પ્રોફેસર ABVPનો ખેસ પહેરી લેકચર આપતા હોય તેવો ફોટો NSUIએ વાયરલ કર્યો હતો. જે બાદ ABVPNSUIએ એકબીજા પર આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે પ્રોફેસરના ફોટાને લઈને ABVPએ દાવો કરતા કહ્યું હતું કે પ્રોફેસરે કાર્યક્રમમાં પ્રવચન આપ્યું હતું તે દરમિયાન NSUIએ ફોટો વાયરલ કર્યો હતો. સમગ્ર મામલે ABVPNSUIના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

NSUIએ પ્રોફેસરનો ફોટો કર્યો વાયરલ

ઉલ્લેખનિય છે કે સુરતની સાસ્કમા કોલેજમાં 6 ડિસેમ્બરે ડો. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ દરમિયાન 15 મિનિટના વક્તવ્યનું આયોજન કરાયું હતું. જે બાદ 24 ડિસેમ્બરે NSUIના કાર્યકર્તાઓ સાસ્કમા કોલેજમાં ઘૂસી આવ્યા હતા પ્રોફેસર સામે નારા લગાવા લાગ્યા હતા, NSUIએ કોલેજની અંદર આવા કાર્યક્રમ કેમ યોજવામાં આવ્યો તેવા નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

ABVPનો ખેસ પહેરી લેકચર આપતો ફોટો વાયરલ

NSUI દ્વારા સોશિયલ મીડિયામાં ફોટા મુકવામાં આવ્યા હતા અને પ્રોફેસર ચાલુ ક્લાસમાં ખેસ પહેરી વિદ્યાર્થીઓને ભણાવે છે તેવા આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.તો બીજી તરફ NSUIના વિરોધના પગલે ABVP કાર્યકર્તાઓ દ્વારા સાસ્કમાં કોલેજની બહાર NSUIના પૂતળા દહનનો કાર્યક્રમ કરી ABVP દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

(5:29 pm IST)