Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામ શાખા નૂતન કારોબારી 2021-22 જાહેર કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામ શાખા નૂતન કારોબારી 2021-22 જાહેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના સંગઠન મંત્રી પારિતોષ રાદડિયા અમદાવાદ જિલ્લાના સંયોજક રાજવીર સિંહ સંયોજક કુલદીપ સિંહ ડોડીયા અને તેજસભાઇ વજાણી ઉપસ્થિત રહ્યા હતા.નગર મંત્રી તરીકે આદિત્યભાઈ મચ્છર નગર અધ્યક્ષ તરીકે મહેશભાઈ દેત્રોજા, ઉપાધ્યક્ષ તરીકે કમલેશભાઈ પટેલ અને નગર વાલી તરીકે ચામુંડા સિંહ પવાર, નગર સહમંત્રી સિધ્ધરાજસિંહ પરમાર, હાદિકભાઈ શ્નીમાલી, હિતેષભાઇ મકવાણા, ગાયત્રીબેન ઝાલા , કાર્યાલય મંત્રી તરીકે યોગીરાજ સિંહ પરમાર, SFS સંયોજક યશભાઈ દુબલ, SFDસંયોજક અભીભાઈ પાટડીયા, કલા મંચ ઉર્વશીબેન વાઘેલા અને હેતસ્વી  બેન સંગાડીયા અને સોશિયલ મીડિયા સંયોજક ભાવેશભાઈ સરવૈયા ઉપરાંત કારોબારી સભ્યોની જવાબદારી આપવામાં આવી છે.

(7:18 pm IST)