Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

વિરમગામ શહેરના ફુલવાડી ખાતે આંગણવાડીના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ ફૂલવાડી ખાતે આંગણવાડીનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના લોકાર્પણ માં પૂર્વ ધારાસભ્ય ડૉ તેજશ્રીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ  ચેતનભાઈ રાઠોડ, ઉપ પ્રમુખ દીપાબેન ઠક્કર, સીડીપીઓ મીતાબેન જાની, વિરમગામ શેહર ભાજપ મહામંત્રી દેવાભાઇ ઠાકોર પક્ષ ના નેતા વિજયભાઈ ચાવડા નગરપાલિકા કોર્પોરેટર નારાયણભાઈ અજાના સહિત આઇસીડીએસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(7:23 pm IST)