Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સુરતમાં બે સિવિલ હોસ્પિટલના દરવાજા બંધ કરી દેવાયા?

દરવાજા પાસે ગાર્ડને ગોઠવી દેવાયાઃ માત્ર ૧૦૮ એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને જ મંજૂરી

સુરત,તા.૨૮: સુરત શહેરમાં ઓકસીજન સપ્લાઈ ની અછતના કારણે સૌથી મોટી બે સરકારી હોસ્પિટલ ન્યુ સિવિલ અને સ્મીમેર હોસ્પીટલના દરવાજા  બંધ કરી દેવામાં આવ્યા હતા, ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આવનારા દર્દીઓને પણ કલાકો સુધી દરવાજો ખુલવાની રાહ જતા નજરે પડી રહ્યા હતા, ન્યુ સિવિલ હોસ્પિટલ ના કીડની હોસ્પીટલમાં બે દર્દીને જગ્યા નથી તેમ કહીને પાછા મોકલી દેવાયા હતા, ઓકસીજન સ્ટોરેજ પર રોક અને પ્રતિદિવસે સ્ટોક આપવાનો નિર્ણય કરવાથી ગંભીર દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવી રહ્યા છે.

 સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલએ વેન્ટીલેટર ઉપર રાખેલ દર્દીને સારવાર આપવા અને ઓકસીજન વાળા દર્દીઓને હોસ્પિટલ ફુલ્લ થઈ થયા ગયેલ છે તેવું કહીને નવા દર્દીઓને દાખલ કરવા પર રોક લગાવામાં આવી છે, જેનાથી હોસ્પીટલના દરવાજે વાહનોમાં તડપી રહેલા દર્દીઓ અને તેના પરિવાર જનો હેરાન પરેશાન થતા નજરે પડી રહ્યા છે.

 સુરતના તબીબ જગતના ઇતિહાસમાં પહેલીવાર થયું છે કે હોસ્પિટલોના દરવાજા દર્દીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે, હોસ્પિટલોના મેગ્નેટ બંધ કરીને સુરક્ષા કર્મીઓને તેનાત કરી દેવામાં આવ્યા છે, ૧૦૮ એમ્બ્યુલન્સના દર્દીઓને જ અંદર જવાની પરવાનગીઆપવામાં આવી રહી છે, સેંકડો કોરોના દર્દીઓને બેડ માટે એક હોસ્પિટલ થી બીજા હોસ્પિટલના ધકકાખાવા પડી રહ્યા છે, ન્યુ સીવીલ હોસ્પીટલમાં ત્રણ બિલ્ડીંગમાં ૧૪૦૦ કોરોના દર્દી દાખલ છે, જેમાં ૯૫૦ની હાલની સ્થિતિ અતિ ગંભીર છે,

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ન્યુ સિવિલ હોસ્પીટલમાં પહેલા તારણ ચાર દિવસ નો ઓકસીજન સ્ટોરેજ કરી રાખ્યો હતો, હાલની પરિસ્થિતિ માં ઓકસીજન સ્ટોરેજ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ન્યુ સિવિલ હોસ્પીટલમાં મંગળવારે ઓકસીજનની અછત સામે ૫૫ મેટ્રિક ટન ઓકસીજન આપવામાં આવ્યો હતો, કોરોના નોડલ ઓફિસર મિલિન્દ તોરવણે જણાવ્યું કે ન્યુ સિવિલ હોસ્પીટલમાં એક અઠવાડિયા પહેલા ૭૦ મેટ્રિક ટન અછત પૂરી કરવામાં આવતી,પરંતુ હોસ્પીટલમાં તેને ૧૫ મેટ્રિક ટન ની કમી પૂરી કરી, જેના કારણે વેન્ટીલેટર પર દાખલ થવા વાળા દર્દીઓનેના પાડવામાં આવી હતી.

(3:32 pm IST)