Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારવાનું બંધ કરે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા

કોંગ્રેસના ગુજરાત સરકારના વાવાઝોડા- કૃષિ રાહત પેકેજને લોલીપોપ-પડીકું કહેતા બાલીશતા ભર્યા નિવેદનજીવી નેતાઓની આલોચના કરતા ગૃહ રાજ્ય મંત્રી:‘મુખડા દેખો દર્પણ મેં’’ મહારાષ્ટ્રમાં સત્તામાં તમારી ભાગીદારી છે એ રાજ્યમાં તમે આપેલી સહાય જુઓ : ગુજરાત સરકારે કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓના નુકશાન માટે રૂા. ૩૫૦ કરોડ સહાય ચુકવી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્વરિત ગુજરાત મુલાકાત લઇ રૂા. ૧૦૦૦ કરોડની સહાય જાહેર કરી

અમદાવાદ :ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાઉતે વાવાઝોડા સંદર્ભે રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો માટે જાહેર કરેલા પેકેજને લોલીપોપ પડીકું જેવા શબ્દો વાપરીને તેમની બાલીશતા છતી કરી છે. આવા નિવેદનજીવી નેતાઓના શબ્દોને તેમણે વખોડી કાઢયા છે.

 મંત્રીએ ઉમેર્યું કે, જયારથી વાવાઝોડાની સંભાવના દર્શાવાઇ ત્યારથી મુખ્ય મંત્રીએ સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ મોડ પર લાવીને ર૪x૭ સ્ટેટ કંટ્રોલરૂમ પરથી સતત મોનીટરીંગ કરીને આગોતરું આયોજન કર્યું અને મંત્રીમંડળના સભ્યોને જિલ્લાઓની જવાબદારી સોંપીને જિલ્લા મથકોએ મોકલી સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલનના પરિણામે આપણે નુકશાન અટકાવી શકયા. આવા કોરોનાના કપરાકાળ અને વાવાઝોડા સંદર્ભે માનવીના આંસુ લૂંછવાને બદલે તેઓ રાજનીતિ કરી રહ્યા છે તે નંદનીય છે. આ સમયે તમારો એક પણ નેતા કે કાર્યકર કયાંય ફરકયા નથી.

 વાવાઝોડાની તીવ્રતા અને ગંભીરતાને ધ્યાને લઇને વાવાઝોડું પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો પ્રવાસ કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ત્વરિત રૂા. ૧૦૦૦ કરોડની સહાય જાહેર કરી છે. 

  ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તાઉતે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોના ખેડૂતોને થયેલા પાક નુકશાન માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રૂ. પ૦૦ કરોડની સહાયના પેકેજને લોલીપોપ ગણાવીને જે નિવેદનો કર્યા છે તેની આકરી આલોચના કરી છે

 ગૃહ રાજ્ય મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તા. ૧૭ મી મે થી તા. ૧૮ મી મે ની રાત્ર સુધી કલાકના રર૦ કિ.મી. થી માંડીને ૬૦ કિ.મી.ની ઝડપે તિવ્ર ગતિના પવનથી ગુજરાતને ઘમરોળીને પસાર થયેલા આ તાઉતે વાવાઝોડા સામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની સરકારના આગોતરા આયોજન, અગમચેતી તથા સમયસર લોકોના સ્થળાંતર સહિતના પગલાંઓને પરિણામે સદનસીબે મોટી જાનહાની કે ખુવારી થઇ નથી અને ગુજરાત આ અભૂતપૂર્વ વાવાઝોડામાં સાંગોપાંગમાંથી પાર ઉતર્યુ છે.

એટલું જ નહિ, મુખ્યમંત્રીએ જાતે સતત સ્ટેટ કંટ્રોલરૂમમાં હાજર રહીને અસરગ્રસ્ત વિસ્તારોના ફિલ્ડના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી પળેપળની માહિતી મેળવવા સાથે તેમનું માર્ગદર્શન પણ કર્યુ હતું. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓને પણ જિલ્લાઓની જવાબદારી સોંપી તાત્કાલિક તે જિલ્લામાં વહિવટી તંત્રનું માર્ગદર્શન કરવા માટે મોકલી દીધા હતા.

 રાજ્ય સરકારે આ તાઉતે વાવાઝોડાથી ખેતીવાડી, બાગાયતી પાકો તથા મકાનોને થયેલા નુકશાનનો સર્વે એક અઠવાડિયાના ટૂંકાગાળામાં પૂરો કરી દીધો સાથોસાથ રિસ્ટોરેશન-પૂનર્વસન કામગીરી 24x7 ઉપાડીને અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન પૂર્વવત કરવાનો ભગીરથ પુરૂષાર્થ પણ ઉપાડયો છે.

 ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે જે કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારવા નિકળી છે તે કોંગ્રેસ પહેલા એ જવાબ આપે કે ભૂતકાળમાં તેમના શાસનમાં અને અત્યારે જે રાજ્યમાં તેમની સરકારો છે તે રાજ્યોમાં આવી કુદરતી આપદાઓ સમયે કયારેય ગુજરાતની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે તાઉતે વાવાઝોડાથી થયેલા નુકશાન સામે આપ્યું છે તેવું ઉદારત્તમ અને સંવેદનશીલ પેકેજ કે સહાય આપ્યા છે ખરા?

 ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત સરકારે તાઉતે વાવાઝોડા અસરગ્રસ્તોને આપેલી સહાય અંગેની વિગતો આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે વાવાઝોડા વખતે કે અન્ય કોઇ કુદરતી આપત્તિઓ વખતે પ્રજાની પડખે રહીને બચાવ રાહત માટે કે પ્રજાના દુ:ખમાં સહભાગી થવાને બદલે કોંગ્રેસીઓ ઘરની બહાર નિકળતા જ નથી.

 તેમણે કહ્યું કે અમે તો સતત અને નિરંતર નાના માણસની સંવેદના અને વેદનાને વાચા આપી છે અને પ્રજાની પડખે રહ્યા છીએ.ખેડૂતો માટે વિજયભાઇ રૂપાણીની સરકારે રૂ. પ૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ તેને લોલીપોપ કહેવાની બાલીશતા પ્રજાના જનમાનસમાંથી ફેકાઇ ગયેલી અને હજુ પણ નહીં સુધરેલા કોંગ્રેસના આ નિવેદનજીવી નેતાઓની બાળકબુદ્ધિ છે એટલે જ તેમને રૂ. પ૦૦ કરોડના આ માતબર પેકેજમાં લોલીપોપ દેખાય છે તેવો સ્પષ્ટ મત ગૃહ રાજ્યમંત્રીએ કર્યો છે.

 તેમણે કહ્યું કે ગુજરાતની વિજયભાઇ રૂપાણીની આ સરકારે ૩,૪પ,૦૦૦ લોકોને રૂ. ૧૧ કરોડ ૬ લાખની માતબર કેશડોલ આ તાઉતે આપત્તિથી થયેલી અસર સામે આપી છે. આજે રાત સુધીમાં આ સહાય પૂરેપૂરી ચૂકવાઇ જશે. એટલું જ નહિ, ૬૧ હજાર અસરગ્રસ્ત લોકોને પરિવાર દીઠ રૂ. ૭૦૦૦ની ઘરવખરી પ્રમાણે અંદાજીત રૂ. ૪૬ કરોડ બે દિવસમાં સરકાર ચૂકવી આપશે.

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના જે ર૩ જિલ્લાઓમાં તાઉતે વાવાઝોડાની અસરથી કાચા-પાકા મકાનોને આંશિક નુકશાન થયું છે તેવા ૮૦ હજાર મકાનો માટે રૂ. રપ હજારની મકાન સહાય પેટે કુલ રૂ. ર૦૦ કરોડ, ૧પ હજારથી વધુ મકાનનો સંપૂર્ણ નાશ પામ્યા છે તેવા મકાનો માટે રૂ. ૯પ,૧૦૦ની સહાય પેટે કુલ રૂ. ૧૪૬ કરોડ અને ૧૦ હજાર જેટલા ઝૂંપડાઓને થયેલા નુકશાનના કુલ રૂ. ૭ કરોડ મળીને સમગ્રતયા રૂ. ૩પ૦ કરોડની મદદ આ આપત્તિગ્રસ્તોને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર કરવાની છે.

તેમણે કહ્યું કે વાવાઝોડાને કારણે મૃત્યુના કિસ્સામાં રૂ. ૬ લાખ અને ઇજાગ્રસ્તો રૂ. ૧ લાખની સહાય પણ આપવાના છીયે. આ ઉપરાંત માછીમારોને થયેલી નુકશાનીમાં પણ સહાય રાજ્ય સરકાર કરવાની છે.

 ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે રાજ્ય સરકારે વાવાઝોડા કૃષિ રાહત પેકેજમાં જે રૂ. પ૦૦ કરોડની સહાય કરી છે તેમાં બાગાયતી પાકો કેળ, નાળિયેરી, આંબા, લીંબુ, ચીકું નાશ પામ્યા હોય તેમાં હેકટર દીઠ રૂ. ૧ લાખની સહાય, ઉનાળું પાકોની નુકશાન માટે હેકટર દીઠ રૂ. ર૦ હજારની સહાય જાહેર કરી છે.

 રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર બાગાયતી પાકના નુકશાન માટે રૂ. ૧ લાખ જેવી માતબર સહાય આ સરકારે કરી છે અને ખેડૂતો પણ આ સહાયથી પોતે ફરી બેઠા થઇ પૂર્વવત થશે તેવો વિશ્વાસ-ફિડબેક રાજ્ય સરકારને આપી રહ્યા છે ત્યારે ખેડૂતોના નામે પોતાના રાજકીય રોટલા શેકવા નિકળેલી કોંગ્રેસ સમજી લે કે ચૂંટણીઓમાં પ્રજાએ તેમને જાકારો આપી દીધો છે એટલે હવે ગમે તેટલા હવાતિયા મારે ખેડૂતોને ગૂમરાહ કરી શકશે નહી તેમ ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.

 પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસના નિવેદનજીવી નેતાઓને સાફ શબ્દોમાં જણાવ્યું કે મૂખડાં દેખો દર્પણ મેં, મહારાષ્ટ્રમાં જયાં તમારા પક્ષની સત્તામાં  ભાગીદારી છે તે રાજ્યમાં તમે જે પેકેજ આપ્યું તેમાં સોપારીમાં વૃક્ષદીઠ રૂા. પ૦ અને નાળિયેરીમાં વૃક્ષદીઠ રૂા. ર૫૦ની સહાય જાહેર કરી હતી. પરંતુ જનઆક્રોશ થતાં આ પેકેજમાં સુધારો કરી મહારાષ્ટ્ર સરકારે માત્ર રૂા. પ૦,૦૦૦/- આપ્યા હતા. જયારે ગુજરાત સરકારે બાગાયતી પાકો માટે રૂા. ૧ લાખ હેકટર દીઠ આપીને ખેડૂતો પ્રત્યેની સંવેદના દર્શાવી છે. એ જ રીતે, મહારાષ્ટ્ર સરકારે મકાન સહાય માટે રૂા. ૧પ થી ર૦ હજારની જાહેરાત કરી હતી તેની સામે ગુજરાત સરકારે રૂા. ૯૫,૧૦૦/-ની સહાય આપી છે.

 નિસર્ગ વાવાઝોડા સમયે ઉનાળું કૃષિ પાકોને એક રૂપિયાની સહાય પણ તમારી મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે આપી નહોતી. અમે ગુજરાતમાં આવા ઉનાળું કૃષિ પાકો માટે હેકટર દીઠ રૂ. ર૦ હજારની સહાય આપી છે.

  ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તાઉતે વાવાઝોડું હોય, બનાસકાંઠાનું પૂર હોય કે વાયુ વાવાઝોડું હોય કોઇ પણ કુદરતી આપદામાં થયેલા નુકશાનમાંથી ખેડૂતો-અસરગ્રસ્તોને બેઠા કરવા હંમેશા ઉદાર સહાયથી પડખે ઊભી રહી છે એટલે જ દોઢ દાયકાથી પ્રજાએ અમારામાં સતત વિશ્વાસ મૂકયો છે

વાવાઝોડામાં નુક્સાન સહાય

ગુજરાત સરકારે કરેલી સહાય

 

મહારાષ્ટ્ર સરકારે કરેલી સહાય

v બાગાયતી પાકોને નુક્સાન પેટે રૂપિયા ૧.૦૦ લાખની સહાય

 

v બાગાયતી પાકોને નુક્સાન પેટે રૂપિયા ૫૦ હજાર સહાય

v ઉનાળું કૃષિ પાકોને નુક્સાન પેટે રૂપિયા ૨૦ હજારની સહાય

 

v ઉનાળું કૃષિ પાકોને નિર્સંગ વાવાઝોડા વખતે સહાય જ નથી આપી

v મકાનો-છાપરા ઉડી ગયા હોય - છત પડી ગઇ હોય જેવા આંશિક નુક્સાનમાં સહાય પેટે રૂપિયા ૨૫ હજાર

 

v મકાનો નુક્સાન સહાય પેટે રૂપિયા ૧૫ હજાર

(9:04 pm IST)