Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

રાજપીપળા સ્ટેટ બેન્ક સામે પાણીપુરીની લારી પર વધુ માણસો ભેગા કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા પોલીસે ચેકિંગ દરમ્યાન પાણીપુરીની લારી ચલાવનાર શખ્સ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે.
  રાજપીપળા ટાઉન પી.આઈ.એમ.બી.ચૌહાણની ફરીયાદ અનુસાર તેઓ બુધવારે સાંજે જાહેરનામા બાબતેના ચેકિંગમાં હતા ત્યારે શમશરણ જયરામ કુશવાહા (રહે. રાજપીપલા) નાઓ એ સ્ટેટ બેંકની સામે પોતાની બજરંગ પાણીપુરીની લારી ચાલુ રાખી આઠેક માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કર્યો છે.

(10:06 pm IST)