Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

રાજપીપળા નગરપાલિકાના વેરા વધારાનો અમલ શરુ થતા નગરજનો હવે વેરા વધારાનો બોજ ઉઠાવશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આર્થિક મુશ્કેલી અનુભવી રહેલ રાજપીપલા નગરપાલિકાના અગાઉના બોર્ડ માં વેરો વધારવા ઠરાવ કરાયો હતો અને તે અંગે મંજૂરી આવી જતા હવે નગરજનોએ વેરા વધારાનો બોજ ઉઠાવવો પડશે પાલિકાએ વધારેલ વેરા મુજબ અગાઉ ઘરવેરો જે વાર્ષિક રૂ 600 હતો તે માં રૂ 150નો વધારો થતા હવે રૂ 750 નો વેરો ભરવાનો થશે જયારે વાણિજ્ય બિલ્ડીંગ નો પાણીવેરો જે રૂ1000 હતો તે હવે 1500  થશે લાઈટ વેરો રહેણાંક માટે રૂ 150 અને વાણિજ્ય માટે રૂ350 નો મંજુર કરાયો છે હજુ ડોર ટુ ડોર  કચરો લેવાય છે તે હેતુસર સફાઈ વેરા ની મંજૂરી સરકાર પાસે માંગવા માં આવી છે જે મંજૂરી મળતા નગરજનો એ તે વેરો ભરવાની પણ તૈયારી રાખવી પડશે ...
 નોંધનીય છે કે સુરત મહાપાલિકા એ વેરો વધારતા ભાજપ પ્રદેશ પ્રમુખે પત્ર લખી કોરોના મહામારી વચ્ચે વેરો નહિ વધારવા સૂચના આપી હતી ત્યારે રાજપીપલા નગર પાલિકા ને કોણ સૂચના આપેછે તે જોવું રહ્યું

(9:14 am IST)