Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

શિક્ષણ માફિયાઓને લપડાક : શ્રમિકોના બાળકોના ભણતર માટે પ્રિન્સિપાલે 40 લાખનું ભંડોળ એકત્ર કર્યું

"હું નથી ઇચ્છતી કે હોશિયાર બાળકો શિક્ષણથી વંચિત રહે" પ્રિન્સિપાલ સમજ્યા માતા પિતાની વેદના

અમદાવાદ : કોરોનાના કારણે સૌથી વધુ તકલીફ લોકોએ સહન કરી હોય તો એ ઓનલાઈન શિક્ષણને નામે ઉઘરવવામાં આવતી ફી છે 

ભારતમાં કોરોના શરૂ થયો તે સમયે મોટાભાગના બાળકોને અંતિમ પરીક્ષા લેવાની બાકી હતી, એટલે તે સમયે માસ પ્રમોશન આપવામાં આવ્યું.ત્યારબાદ ઓનલાઈન શિક્ષણથી નવા સત્રની શરૂઆત કરવામાં આવી. એકબાજુ વેપાર ધંધા બંધ અને બીજી બાજુ માતા-પિતા પર શાળાની ફી ભરવાની ચિંતા. માત્ર ગણી શકાય તેવી ફી ઘટાડીને શાળાઓએ તો ઉઘાડી લૂંટ ચલાવી. આ વર્ષ પણ કોરોનામાં વીત્યું, અને છેલ્લે બાળકોને માસ પ્રમોશન આપવામાં આવ્યા. આ બધુ જ સરકાર મડદાની જેમ ચૂપચાપ જોતી રહી. ગુજરાત જ નહીં, ભારતના બધા જ રાજ્યોના આવા હાલ હતા. ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ માત્ર શાળાઓ ચાલુ બંધ કરાવી, વિભાગમાં કોઈ પણ અધિકારી બાળકોના હિત માટે એક સારો નિર્ણય પણ ન લઈ શકયા.

  એક મીડિયા રિપોર્ટ અનુસાર, શર્લી પિલ્લાઈ ઇંગ્લિશ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ છે. તેમણે હમણાં જ ઈન્વેસ્ટર્સ અને કોર્પોરેટ હાઉસ સાથે મળીને 40 લાખ રૂપિયાનું ફંડ ભેગું કર્યું. આ બધા જ પૈસાથી તેઓ જરૂરિયાત મંદ બાળકોની ફી ભરશે, જેનાથી તેમનું શિક્ષણ ચાલુ રહે.

  તેમણે કહ્યું કે "અમારી શાળામાં એવા બાળકો ભણે છે જેમના માતા પિતા મજૂરી કરી રહ્યા છે. આ ઉપરાંત સૌથી મોટી ચિંતા એ છે કે સૌથી પહેલા છોકરીઓને શાળા છોડાવવામાં આવે છે." તેઓ આગળ કે કહે છે કે આ કામ માટે ઘણા કોર્પોરેટ્સે તેમને મદદ કરી છે. જેમાંથી 200 બાળકોની ફી ભરી દેવામાં આવી છે. તેઓ પોતે નથી ઇચ્છતા કે માત્રને માત્ર ફી ના કારણે હોશિયાર બાળકો શિક્ષણથી વંચિત રહી જાય.

(11:17 pm IST)