Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

લોકોને ફ્રી વેકસીન આપવી સરકારનું દાયિત્વ: AMC એ વેકસીનનો વેપાર કર્યો: સંજય રાવલ

મારો હજુ બીજો ડોઝ બાકી છે મને વેકસીન મળતી નથી અને અમદાવાદમાં વેકસીનનો વેપાર શરૂ થઈ ગયો : મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે સોશિયલ મીડિયામાં “હવે બંધ” મુહિમ ચલાવી :લોકોને મોટી સંખ્યામાં જોડાવા આહવાન

 

અમદાવાદ : કોરોના કેહેર વચ્ચે દેશમાં હજુ મોટી સંખ્યામાં લોકોએ હજુ વેકસીન લીધી જ નથી.હવે એ લોકોની આળસ કહો કે વેકસીનની અછત પણ તબીબોનું એમ કહેવું છે કે દેશના 70 % લોકો જ્યાં સુધી વેકસીન નહિ લે ત્યાં સુધી કોરોના સામે જંગ જીતવો લોઢાના ચણા ચાવવા સમાન છે.ગુજરાતમા ક સમય એવો પણ આવ્યો હતો કે વેકસીનની રિયસરની અછત ઉભી થઇ હતી.સરકારે વેકસીનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર પણ વધારવાનો વારો આવ્યો હતો.આ તમામની વચ્ચે ગુજરાતની મેગા સીટી અમદાવાદમાં વેકસીન લેવા માટે 1000 રૂપિયા ચૂકવવા પડશે એવા નિર્ણય વચ્ચે લોકોમાં રોસ ફેલાયો છે.

AMC એ PPE મોડેલ આધારિત ડ્રાઈવ થ્રુ વેકસીનેશન જાહેરાત કરી છે.જેમાં એપોલો હોસ્પિટલ દ્વારા GMDC ગ્રાઈન્ડ ખાતે 18 વર્ષથી ઉપરના તમામ નગરિકોને સ્પોટ રજિસ્ટ્રેશન કરી તરત જ વેકસીન આપવામાં આવશે.જો કે વેકસીન લેવા માટે 1000 રૂપિયા ચૂકવવા પડશે.AMC ના આ નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ગુજરાતના નામી-અનામી લોકો પણ હવે વેકસીનના વેપાર સામે અવાઝ ઉઠાવી રહ્યા છે એમાના એક છે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ.

સંજય રાવલની જો વાત કરીએ તો એમણે કોરોના મહામારી દરમિયાન સરકારની કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા અને લોકો વેકસીન લે એ માટે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ખૂબ પ્રચાર પ્રસાર કર્યો.હવે એ જ સંજય રાવલે AMC ના વેકસીનના વેપારના વિરુદ્ધ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી એક મુહિમ છેડી છે.સંજય રાવલે જણાવ્યું કે કોરોના મહામારીમાં સરકારે એમ કહ્યું હતું કે લોકોને, યુવાનોને ફ્રી માં વેકસીન મળશે.ત્યારે અમદાવાદ કોર્પોરેશન વેકસીન લેવા માટે લોકો પાસેથી 1000 રૂપિયા લઈ લાઈનમાં ઉભા રાખે છે.સરકારનું દાયિત્વ છે કે ફ્રી વેકસીન આપવી લોકોનો જીવ બચાવવો ત્યારે 1000 રૂપિયા લે એ ના ચાલે.મારો હજુ બીજો ડોઝ બાકી છે મને વેકસીન મળતી નથી અને અમદાવાદમાં વેકસીનનો વેપાર શરૂ થઈ ગયો છે.વિદેશોમાં વેકસીન માટે 10-15 વખત ફોન આવે છે અને અહીંયા વેકસીન વેચાય છે.

સંજય રાવલે લોકોને આહવાન કર્યું હતું કે લોકો જાગૃત બનો વેકસીનના વિરુદ્ધમાં અને પોતાના વિસ્તારની સમસ્યાનો એક વિડીયો બનાવી એને સોશિયલ મીડિયામાં વાયરલ કરો.એ વિડીયો સરકાર સુધી પહોંચશે તો જ સરકાર જાગશે.સરકાર આપણી છે પણ કામ થતું નથી, 75% નેતાઓ કામ કરી શકતા નથી એમને આપણે જગાડવાના છે.

(12:22 am IST)