Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાંથી કેરી ઓછી આવતા કચ્છની કેરીની ડિમાન્ડ વધી

સૌરાષ્ટ્રમા આંબા પડી જતા કચ્છની કેરીની ડીમાન્ડ થોડા વર્ષો રહેશે :કચ્છમાં 10હજારથી વધુ હેક્ટરમાં વાવેતર સાથે 60 મેટ્રીંક ટનથી વધુ કેરીનુ ઉત્પાદન

અમદાવાદ : સૌરાષ્ટ્રમાં આવેલી આફતે કચ્છમાં ખેડુતો માટે અવસર સર્જયો છે. ચાલુ વર્ષે કચ્છના ખેડુતોને સારુ માર્કેટ ન મળવાની ચિંતા હતી. પરંતુ સૌરાષ્ટ્રમાં તાઉેત વાવાઝોડાની અસરથી મોટા ભાગનું ફળ (કેરી) ખરી ગયું હતું. અને આંબાઓને પણ ભારી નુકસાન થયું હતું,. જેને લઈને કચ્છી કેરીની ડિમાન્ડ વધી છે. જેથી ખેડુતોને સારા ભાવ મળવાની આશા છે. અને હજુ આગામી વર્ષોમાં પણ કચ્છની કેરીની ડીમાન્ડ રહેશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.

કચ્છમાં દિન પ્રતિદીન કેરીનુ વાવેતર વધતુ જાય છે. જો કે કચ્છની કેરીની ભારે ડીમાન્ડ છંતા કોરોનાને લઇ લોકડાઉન આવતા ખેડુતોને યોગ્ય ભાવ સાથે માર્કેટ ન મળવાની ચિંતા હતી જો કે સૌરાષ્ટ્રમા વાવાઝોડાની કેરી ખરી જતા કચ્છની કેરીની ડીમાન્ડ શરૂ થઇ છે.

કચ્છી કેસર મે મહિનાના અંતમાં બજારમાં આવે છે.જે હવે બજારમાં આવી રહી છે. પરંતુ ચાલુ વર્ષે કચ્છમાં સારા ઉત્પાદન સાથે સારુ માર્કેટ મળવાની આશા છે કચ્છમાં 10હજારથી વધુ હેક્ટરમાં વાવેતર સાથે 60 મેટ્રીંક ટનથી વધુ કેરીનુ ઉત્પાદન થશે

કચ્છની કેરીની ડિમાન્ડ તેની મીઠાસ અને વિશેષતાને કારણે છે. જો કે ચાવુ વર્ષે એક્સપોર્ટ ન થવા સાથે સ્થાનીક માર્કેટમાં સારા ભાવ નહી મળે તેવુ હતુ પરંતુ હાલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમા કચ્છની કેરીની ડીમાન્ડ વધી રહી છે. કચ્છના ખેડુતો કહે છે.

સૌરાષ્ટ્રમા આંબા પડી જતા કચ્છની કેરીની ડીમાન્ડ થોડા વર્ષો રહેશે  અને ચાવુ વર્ષે ભારે ડીમાન્ડથી દોઢસો રૂપીયા સુધીનો ભાવ કચ્છની ખેડુતોને કેરીનો મળશે તો ધણા ખેડુતો કચ્છમાં ખેતરોની વ્યપાર માટે પણ આવ્યા છે.

સૌરાષ્ટ્ર કરતા કચ્છની કેરી સ્વાદ અને ભાવમાં પણ યોગ્ય છે. સૌરાષ્ટ્રમાં કેરી પુર્ણ થાય પછી કચ્છની કેરી બજારમાં આવે છે જેથી કચ્છની કેરીની ડીમાન્ડ ભારે રહે છે. જો કે હવે સૌરાષ્ટ્રમાં કેરીની ખેતીને મોટુ નુકશાન જતા કચ્છના કેરી પકવતા ખેડુતોને સીઝન સારી જવાની આશા છે. હા માંગ વધવાથી ભાવ પણ કચ્છી કેરીના આ વખતે વધુ ચુકવવા પડશે. જાણકારી છે કે જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં કચ્છની કેરી માર્કેટમાં પહોચશે.

(12:25 am IST)