Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જામનગર એસપી સહિત ૧૩ એસપી અને સૌરાષ્ટ્ર સહિત ૬ ડાયરેકટ એ.એસ.પી.ઓને મળનાર બઢતી માટે કયાં નામો ચર્ચામાં છે? જાણવા જેવું

કોરોના કેશ હળવા થયા હોવાનો અહેસાસ કરાવવા માટે ગૃહ મંત્રાલય પડતર ફાઈલો નિકાલ કરવા માટે કટિબધ્ધ : જૂન માસના પ્રથમ અઠવાડિયામાં હુકમો થવાની ચર્ચા પરંતુ હજુ સુધી ડીપીસી માટે કોઈ હિલચાલ ન હોવાની વાતને જાણકારો ગંભીરતાથી લેતા નથી

રાજકોટ,તા.૨૮ : સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ગયેલા ગુજરાત કેડરના પ્રદીપ સૈજુલ અને શોભા ભૂતડા ને બઢતી રૂપી સિલેકશન ગ્રેડ મળ્યા બાદ પોલીસ તંત્રમાં લાંબા સમય થયા જેના પ્રમોશન અટકયા છે તેવા ૨૦૦૭ બેચના એસીપી લેવલના અધિકારીઓ સાથે ૨૦૧૬ અને ૨૦૧૭ બેચના એ.એસ.પીઓને બઢતી મળવા સાથે ફેરફારો થાય તેવી વ્યપાક ચર્ચા સચિવાલય વર્તુળ,પોલીસ ભવન અને આઇપીએસ અધિકારીઓમાં ચાલી રહી છે.                                       

૨૦૦૭ બેચના એસપીઓ લાંબા સમય થયા બઢતીની રાહ જોઈ રહ્યા છે,આજ રીતે સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ૨૦૧૬ અને ૨૦૧૭ બેચ પણ ગત જાન્યુઆરીથી બઢતી માટે દાવેદાર છે,જોકે જીપીએસ કેડરમાં પણ પીઆઇ અને ડીવાયએસપી બઢતી માટે હકદાર છે.એક એવી વાત છે કે ડીવાયએસપી લેવલે પ્રથમ લોટ સમયે ગુજરાતમાં કયારે પણ નિયમ ન હતો તેવો બીજા રાજયની માફક ડીવાયએસપીને એડી.એસપી તરીકે બઢતી આપવામાં આવી,બીજા લોટ સમયે આ નિયમ હળવો કરાયો હવે સમસ્યા બાકી ૨૨ જેટલા ડીવાયએસપીને બઢતી આડે કોઇ ટેકનિકલ કે કાયદાકીય ગૂંચ હોવાનો પણ ગણગણાટ છે.

૨૦૦૭ બેચ આઇપીએસની વાત  કરી એ તો ખેડા એસપી દિવ્ય મિશ્રા, જામનગર એસપી દીપેન ભદ્રંન સીઆઇડી ક્રાઈમના ઇકોનોમિક સેલમા ફરજ બજાવતા સૌરભ તોલંબિયા ,ડીસીપી મકરંદ ચૌહાણ, પરિક્ષિતા રાઠોડ,આઇપીએસ  આર.એમ.પાંડોર સહિત ૧૩ આફીસરોને ડીઆઇજી લેવલે બઢતી માટેની ચર્ચા છે. આવી બધી ચર્ચા વચ્ચે ૨૦૧૬ અને ૨૦૧૭ બેચના ડાયરેકટ આઇપીએસ સૈફાલી બરવાલ,આઇપીએસ નિતેશ પાંડે, ડો. લવલીના સિંહા, સાગર બરમાર, અભય સોની અને સાગર અગ્રવાલનો સમાવેશ છે. જોકે હજુ સુધી ડીપાર્ટમેન્ટ ઓફ પ્રોસીજર કમીટી (ડીપીસી)માટે કોઈ કાર્યવાહી થઈ નથી, એ વાત અલગ છે કે રાજય સરકાર બઢતી માટે ઈચ્છા રાખતી હસે તો શોર્ટ નોટિસમાં બેઠક બોલાવી લ્યે. આ બધી પ્રક્રિયા સાથે  સીનીયર લેવલે પણ ફેરફારો હાલની ખાલી જગ્યાઓ જોતા તુરંત નિર્ણય થશે.

(12:46 pm IST)