Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર, માનકુવા નવનિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા જનોના આત્માઓની શાંતિ અર્થે હોમાત્મક વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો*

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનું તાંડવ જોવા મળી રહ્યું છે. કોરોનાના કારણે અસંખ્ય પરિવારોના માળા વિખેરાઈ ગયા છે. આ કપરાકાળમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, માનકુવા નવનિર્માણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે વિશ્વમાંથી કોરોના મહામારીનું નિવારણ થાય, મૃત્યુ પામેલ આત્માઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણનું વિશેષ સુખ મળે તેમજ કોરોનાગ્રસ્ત લોકો સત્વરે સ્વસ્થ થાય તે માટે હોમાત્મક વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો હતો. મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અને તેની દેશ-વિદેશની અનેક શાખાઓમાં આજના પવિત્રતમ દિવસે સંતોએ વિશ્વશાંતિ મહાયજ્ઞ કર્યો હતો. અનેક ભક્તોએ પણ યૂ-ટ્યૂબ ચેનલ ઉપર દર્શનનો લાભ લીધો હતો.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે જણાવ્યું હતું કે, અમને ભારતીય - વૈદિક સંસ્કૃતિ પર પુરેપુરો વિશ્વાસ છે, જ્યારે પણ આવી આફત આવે છે, અમે ધાર્મિક આયોજન કરીએ છીએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, કોરોના વાયરસનુ સંકટ જલ્દી ખતમ થઇ જાય. તે માટે સૌએ પ્રાર્થના તથા ધૂન કરી હતી. વિશ્વમાંથી કોરોનાના મહામારીથી મુક્તિ મળે અને સૌને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાયતે માટે આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો.

વૈદિક મંત્રોચ્ચાર સહ નૈવેધથી ઘીની આહુતિ આપવામાં આવી હતી.

જેમાં વેદમંત્રો સાથે જવ, તલ, કપૂર, દશાંગ, ધૂપ, ઘી સાથે વિશિષ્ટ આહુતિ આપવામાં આવી. જેનાથી વાતાવરણ શુદ્ધ બનશે અને ઝડપથી સમગ્ર વિશ્વ આ મહામારીમાંથી રાહત મેળવી શકાય.

આ વિશ્વ શાંતિ મહાયજ્ઞના દર્શનનો લ્હાવો દેશ-વિદેશના હજારો હરિભક્તોએ ઓનલાઈન લાભ લીધો હતો.

(1:39 pm IST)