Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

વિજયનગર તાલુકામાં લગ્નના શુભ પ્રસંગે ભોજન સમારોહમાં ખુરશીમાં બેસવા બાબતે બોલાચાલી થતા મામલો બિચકયો

વિજયનગર:તાલુકામાં લગ્નના શુભ પ્રસંગે ભોજન સમારોહમાં મારામારીનો વધુ એક કિસ્સો પરોસડા ગામે લગ્નમાં ભોજન વખતે સામે આવ્યો છે જેમાં ખુરશીમાં જમવા બેઠેલા ઈસમ પાસેથી ખુરશી માંગતા અને ખુરશીમાં બેઠેલ હોઈ ખુરશી નહિ આપતા ઉશ્કેરાઇ જઈ નીચે પાડી દઈ એને બિભત્સ શબ્દો બોલવા અને બે જણને માર મારવા બદલ બે શખ્સો સામે ફરિયાદ નોંધી વિજયનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિજયનગર તાલુકાના પડલાઈ (મોજાળીયા)ના રહીશ જયદીપભાઈ ઈશ્વરભાઈ બારડે નોંધાવેલી ફરિયાદ મુજબ જયદીપભાઈ બારડ પરોસડા ગામે લગ્ન પ્રસંગમાં ખુરશીમાં જમવા બેઠેલા હતા તે વખતે વિશાલભાઈ વિનોદભાઈ અસારી (રહે. ભટેલા) બેસેલ તે ખુરશી માગી જે જયદીપ બારડે નહિ આપતા એકદમ ઉશ્કેરાઈ જઈ વિશાલે ખુરશીમાં જયદીપ બેઠો હતો તે ખુરશીને લાત મારી નીચે પાડી દઈ ગડદાપાટુનો માર મારી તેના ઉપરાળામા નિખીલભાઈ રાજેંદ્રભાઈ અસારી (રહે. ભટેલા) લાકડી લઈ આવી જઈ જયદીપ ને તથા પુથ્વિકભાઇ બચુભાઈ બોડાતને લાકડીથી માર મારી ઇજાઓ કરી હતી.

(5:25 pm IST)