Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

નાંદોદ તાલુકાની સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારિરીક સબંધ બાંધી તરછોડનાર યુવાન સામે ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામની સગીર વયની દીકરી ને પ્રેમજાળ માં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધનાર યુવાન વિરુદ્ધ રાજપીપળા પોલીસે મથકે ફરીયાદ નોંધાઈ છે.
  મળતી માહિતી અનુસાર ભોગ બનનાર સગીરાની ફરીયાદ મુજબ જીતનગર ગામના અલ્પેશભાઈ કૃષ્ણભાઈ વસાવાએ સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પોતાના ઘરે લઇ જઇ તેની ઇચ્છા વિરૂધ્ધ શારિરીક સબંધ બાંધી તારી સાથે લગ્ન કરવા નથી તેમ જણાવી ભોગબનારને તેના ઘરે મોકલી આપી વિશ્વાસઘાત કરતા ભોગ બનનારને મનમાં લાગી આવતા પોતાના ઘરની સેમ્પનું પાઉચ તોડીને પી જઇ ગુન્હો કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

(10:09 pm IST)