Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલને હવે હવામાંથી લિક્વિડ નોઇટ્રોજનને ઓક્સિજનમાં કન્વર્ઝન સાથે દૈનિક ૧ ટન ઓક્સિજનનો મળશે

અંદાજે ૧૮ લાખના ખર્ચે સન ફાર્મા કંપની દ્રારા સીએસઆર હેઠળ સામાજિક દાયિત્વના ભાગરૂપે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને ડોનેશન સ્વરૂપે સમર્પિત કરાયો ઓક્સિજન પ્લાન્ટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના કલેકટર ડી.એ.શાહ, નર્મદા સુગર ફેકટરીના ચેરમેન અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, સનફાર્મા કંપની ના ગુજરાત કલ્સ્ટરના વડા અને એસોસીએટેડ વાઇસ પ્રેસિડેન્ટ આશિષ ભટૃનાગર, કંપનીના ગ્લોબલ એન્જિનીયરીંગ વિભાગના વડા નિકેશ કાપડીયા, એન્જિનીયરીંગ હેડ  નરેન્દ્ર ઉપાધ્યાય, સી.ડી.એમ.ઓ- સિવીલ સર્જન અને કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ. જયોતિબેન ગુપ્તા, અધિક કલેકટર હિમાંશુ પરીખ, આર.એમ.ઓ. ડૉ. મજીગાંવકર, કોવિડ હોસ્પિટલના તબીબો- પેરામેડીકલ સ્ટાફ વગેરેની ઉપિસ્થિતિમાં રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ- ૧૯ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર - પાનોલીની સનફાર્મા કંપની દ્રારા સામાજિક દાયિત્વના ભાગરૂપે સી.એસ.આર. હેઠળ અંદાજે રૂા. ૧૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલા અને ડોનેશન સ્વરૂપે ફાળવાયેલ ઓક્સિજન પ્લાન્ટને ખૂલ્લો મૂકી તેને કાર્યાન્વિત કરાયો હતો. સનફાર્મા કંપનીના ગુજરાત કલ્સ્ટરના વડા અને એસોસીએટેડ વાઇસ પ્રેસિડેન્ટ આશિષ ભટૃનાગર, કંપનીના ગ્લોબલ એન્જિનીયરીંગ વિભાગના વડા નિકેશ કાપડીયા વગેરે દ્રારા આજે ઉકત ઓક્સિજન પ્લાન્ટ કોવિડ હોસ્પિટલને સંમર્પિત કરાયો હતો. 
નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૨૪x૭ સતત ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે સન ફાર્માસ્યુટીકલ કંપની દ્રારા છેલ્લા દોઢ મહિનાથી સદરહું પ્લાન્ટ સંદર્ભે અથાક પ્રયાસો કરીને હવામાંથી લિક્વિડ નાઇટ્રોજનમાંથી ઓક્સિજનમાં કન્વર્ટ કરીને લગભગ દૈનિક ૧ ટનની કેપેસીટી ગણાય અને લગભગ ૩૫ બેડને ઓક્સિજનનો પુરવઠો સતત મળી રહે તે માટેનો આ પ્લાન્ટ આજથી કાર્યરત કરાયેલ છે. જેને લીધે રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ૭૦ બેડને આ પ્લાન્ટની સુવિધા મળશે. હેમાની ઇન્ડ્રસ્ટ્રીઝનો પ્લાન્ટ પણ કાર્યરત થઇ ગયો છે. અને આજે સન ફાર્મા કંપનીનો આ પ્લાન્ટ કાર્યરત થવાને લીધે જિલ્લાની સાથોસાથ સારવાર હેઠળના દરદીઓ અને હોસ્પિટલ તંત્રને પણ ઘણી બધી રાહત થશે.

(10:13 pm IST)