Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

આણંદ તાલુકાના બોરસદ-વાસદ ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરનાર બે શખ્સોને ઝડપી પાડયા

આણંદ:તાલુકાના બોરસદ-વાસદ ચોકડી ઉપર વોચ ગોઠવીને સ્પેશીયલ ઓપરેશન ગૃ્રપે રૂ.એક લાખથી વધુની કિંમતના ૨૦.૧૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે રીક્ષામાં જતા બે શખસોને ઝડપી લીધા હતા. બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદના પોલીસ અધિક્ષક અજીત રાજયાણે જિલ્લા પંથકમાં કેફી પદાર્થોના વેચાણ અટકાવવા પગલાં ભરવા આદેશ કર્યા હતા. તે અંતર્ગત એસઓજીના પીઆઈ જી.એન.પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગની કામગીરીમાં હતો. તે વખતે પો.કોન્સ. પ્રતિપાલસિંહને બાતમી મળેલ કે વાસદ તરફથી એક નંબર પ્લેટ તૂટેલી ઓટોરીક્ષામાં બેઠેલા બે શખસો ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી કરવા બોરસદ થઈને પેટલાદ બાજુ જઈ રહ્યા છે. 

જેના આધારે પોલીસની ટીમે બોરસદ-વાસદ ચોકડી ઉપર વોચ ગોઠવી હતી.  તે વખતે વાસદ તરફથી બાતમીવાળી રીક્ષા આવતાં તેને થોભાવવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં રીક્ષાચાલક સુરેશ કંચનલાલ ડબગર રહે.લીંબાકુઈ તા.પેટલાદ અને દિનેશ ઉર્ફે ભુર્યો ઈશ્વરભાઈ તળપદા રહે.મલાવ ભાગોળ, પેટલાદવાળા પાસેથી ૨૦.૧૫ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. 

(5:44 pm IST)