Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

દિવાળીની રજા દરમિયાન અમદાવાદીઓએ માણી મેટ્રોની સફર :સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

મેટ્રોની સવારી લેનારા લોકોએ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ સાથે સુખદ અનુભવ માણ્યો: ભીડને કારણે વસ્ત્રાલ, ગુરુકુલ મેટ્રો સ્ટેશનની બુકિંગ સિસ્ટમ ઠપ્પ

અમદાવાદ :  દેશભરમાં દિવાળીના તહેવારને લઈને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદવાસીઓ પણ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. લોકોએ મોટી માત્રામાં મીઠાઈ અને કપડાંની ખરીદી કરી હતી. મેટ્રો પ્રવાસ માટે લોકોની પ્રથમ પસંદ બની ગઈ હોવાથી તહેવારના દિવસે મેટ્રોમાં લોકોની ભીડ જોવા મળી હતી.

 મેટ્રોની સવારી લેનારા લોકોએ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ સાથે એક સુખદ અનુભવ માણ્યો હતો. દિવાળી નિમિત્તે સ્ટેશન પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી કારણ કે લોકોએ પરિવહન માટે મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો હતો. સાથે જ મુસાફરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મુસાફરોના મતે, પ્રવાસીઓએ ઓછા ખર્ચે સારી મુસાફરી અને વિકાસ માટે મેટ્રોની પ્રશંસા કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભીડને કારણે શહેરના અનેક સ્ટેશનો પર બુકિંગ સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી. ભીડને કારણે વસ્ત્રાલ, ગુરુકુલ મેટ્રો સ્ટેશનની બુકિંગ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી. અડધા કલાક સુધી બુકિંગ વિન્ડો બંધ રહેતા મુસાફરોની કતાર લાગી હતી. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં શહેરીજનો મેટ્રોની મજા માણવા ઉમટી પડ્યા હતા. જેના કારણે ભીડના દ્રશ્યો સર્જાયા હતા.

(10:10 pm IST)