Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

રાજકોટ વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા અપેક્ષિત કાર્યકર્તાઓ પાસે થી નિરીક્ષકો દ્વારા સેન્સ લેવા ની પ્રક્રિયા ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અપેક્ષિત ન હોવા છતાં સેન્સ પ્રક્રિયામાં જવા માંગતા હતા જિલ્લા ભાજપ મંત્રીના પતિ, રાણીંગા વાડી ખાતે સર્જાયા વરવા દ્રશ્યો, જિલ્લા ભાજપ મંત્રીના પતિ વિનું ઠુમ્મરે કરી બોલાચાલી, શહેર તેમજ ગ્રામ્યના આગેવાનો સાથે કરી બોલાચાલી, સેન્સ પ્રક્રિયામાં જવા દેવામાં ન આવતા થઈ હતી માથાકૂટ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવા ની પ્રક્રિયા માં ગોવિંદ ભાઈ પટેલ દાવેદારી નોંધાવશે, રાજકોટ ખાતે ગોવિંદભાઇ પટેલની પ્રતિક્રિયા, કાર્યકર્તાઓને સંભાળવા માટે પાર્ટી તક આપતી હોય છે, પથારીમાં પડેલ વ્યક્તિ પણ રાજકારણ માં ટીકીટ માટે મહેનત કરતો હોય તો હું તો દોડતો વ્યક્તિ છું-ગોવિંદભાઈ પટેલ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

જામનગરની ગ્રામ્ય બેઠક ઉપરથી રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે દાવેદારી કરી બાદ માં પોતાની પ્રતિક્રિયા આપી હતી. (વિડીયો :મુકુંદ બદિયાણી-જામનગર)

રાજકોટ રેન્જ આઇ.જી.પી. શ્રી અશોક યાદવ ચાર્જ સંભાળ્યા પછી આજે દ્વારકાની મુલાકાતે આવ્યા હતા, દ્વારકાધીશ મંદિર બહાર શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી તેમના અભિપ્રાય મેળવ્યા હતા અને દ્વારકાધીશને શીશ નમાવ્યું હતું. (દિપેશ સામાણી : અકિલા દ્વારકા) (ઓમ થોભાણી : દ્વારકા ટુડે)