Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

તહેવારો દરમિયાન 108 ઈમરજન્સીના કેસમાં વધારો: દરવર્ષે નોંધાતા દાઝવાના અને અકસ્માત કેસ ઘટ્યા

ફટાકડાઓના કારણે દાઝવાના કેસમાં અને અક્સ્માતના કેસ પણ સામાન્ય દિવસો કરતા વધુ નોંધાયા

અમદાવાદ : દિવાળી અને નવા વર્ષની લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. આ તહેવાર દરમિયાન 108 ઈમરજન્સીના કેસમાં દર વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. જો કે કેટલાક સ્થળોએ આ પ્રકારના કેસમાં વધારો પણ નોંધાયો છે. કોરોનાને કારણે બે વર્ષ બાદ આ વર્ષએ લોકોએ કોઈપણ પ્રતિબંધો વિના ઉત્સાહભેર નવા વર્ષની ઉજવણી કરી હતી. લોકોએ હજારો રૂપિયાના ફટાકડા ફોડ્યા. જેના કારણે શહેર અને રાજ્યમાં ક્યાંક પ્રદૂષણ પણ ફેલાયુ તો બીજી તરફ આ જ ફટાકડાઓના કારણે દાઝવાના કેસમાં અને અક્સ્માતના કેસ પણ સામાન્ય દિવસો કરતા વધુ નોંધાયા છે. 108 ઈમરજન્સી દ્વારા દર વર્ષે દિવાળી અને નવા વર્ષને લઈને જે ફોરકાસ્ટ કરવામાં આવે છે તે ફોરકાસ્ટની સરખામણીએ કેસમાં ઘટાડો નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે

સામાન્ય દિવસોમાં 3000થી 3500ની આસપાસ ઈમરજન્સી કોલ નોંધાતા હોય છે. જેમાં દિવાળી દરમિયાન 4100થી લઈને 4500 આસપાસ કોલ નોંધાતા હોય તેવું ફોરકાસ્ટ કરવામાં આવ્યું. એટલે કે 25 ટકા જેટલા કેસમાં વધારો થાય તેવું ફોરકાસ્ટ 108 દ્વારા જાહેર કરી તેની પહોંચી વળવા તેવી જ તૈયારીઓ કરાઈ. જોકે આ વખતે તેટલો વધારો ન થતાં તંત્રએ રાહત અનુભવી.

સામાન્ય દિવસોમાં જે કેસ નોંધાતા હોય છે, તેની સરખામણીએ દિવાળી પર 4.26 ટકા પડતર દિવસ પર 6 ટકા જ્યારે નવા વર્ષના દિવસે 17 ટકા જેટલા કેસમાં વધારો નોંધાયો. રોડ એક્સિડન્ટની વાત કરીએ તો ત્રણ દિવસમાં 914 કેસ નોંધાયા, જે સામાન્ય દિવસમાં 424ની આસપાસ હોય છે. એટલે કે રોડ અકસ્માત કેસમાં 115 ટકા ઉપર વધારો નોંધાયો અને તેમાં પણ ટુ-વ્હીલર અકસ્માતના કેસમાં આ વર્ષે 82% કેસ નોંધાયા જે દર વર્ષની સરખામણીએ 15 ટકા વધુ કેસ છે. જેમાં સામાન્ય દિવસ માં 325 કેસ હોય છે. જેની સામે તહેવાર દરમિયાન 532 જેટલા કેસ નોંધાયા.

(11:37 pm IST)