Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

અમદાવાદની અસારવા બેઠક પર ભાજપનીસેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારને જ રજુઆત કરવા મામલે બબાલ

શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને ટેકેદારો વચ્ચે શાબ્દિક ટપાટપી :સેન્સ લેવાની પ્રક્રિયા અંદાજીત 3 કલાક સુધી ચાલી:અસારવા બેઠક માટે 100થી વધુ લોકોએ દાવેદારી કરી

અમદાવાદના અસારવા બેઠક માટે ભાજપના નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. અસારવા બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન બબાલ થઇ હતી.

શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને ટેકેદારો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. અપેક્ષિત ઉમેદવાર અને કાર્યકર્તા ની રજુઆત મામલે બબાલ થઈ હતી. માત્ર ઉમેદવાર ને જ રજુઆત કરવા મામલે પણ બબાલ થઇ હતી. સેન્સ હોલ ની બહાર કાર્યકર્તા ઓએ બબાલ કરી હતી.

સેન્સ લેવાની પ્રક્રિયા અંદાજીત 3 કલાક સુધી ચાલી હતી.અસારવા બેઠક માટે 100થી વધુ લોકોએ દાવેદારી કરી હોવાની માહિતી મળી છે.અસારવા બેઠક SC સમુદાય માટે અનામત બેઠક છે. વર્ષ 2017માં પ્રદીપ પરમાર ભાજપના ઉમેદવાર તરીકે 59 હજાર 800 મતથી જીતી ગયા હતા.

અસારવા બેઠકના સિનિયર આગેવાનો અને કાર્યકરોને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા.સાથો સાથ અસારવા વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યોને પણ સાંભળવામાં આવ્યા હતા.અસારવા બાદ નરોડા બેઠક માટેની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી

(12:15 am IST)