Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી પૂર્વ મંત્રી શંકર ચૌધરી સહીત 3 નેતાઓએ દાવેદારી નોંધાવી

પ્રદેશના નિરીક્ષકો દ્વારા બનાસકાંઠાની 2 વિધાનસભાના અપેક્ષિત ઉમેદવારોની સેન્સ લેવાઈ

અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે આજે બનાસકાંઠાની વાવ બેઠક પર દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી 3 નેતાઓએ દાવેદારી નોંધાવી છે, જેમાં પૂર્વ મંત્રી શંકર ચૌધરીનો પણ સમાવેશ થાય છે. પ્રદેશના નિરીક્ષકો દ્વારા બનાસકાંઠાની 2 વિધાનસભાના અપેક્ષિત ઉમેદવારોની સેન્સ લેવાઈછે

વાવ વિધાનસભા માટે શંકરભાઈ ચૌધરી ,ગજેન્દ્રસિંહ રાણા અને પથુજી ઠાકોરએ ઉમેદવારી નોંધાવી છે

(12:27 am IST)