Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

વરાછા અને ચોર્યાસી બેઠક બની કાંટાની ટક્કરઃ ભાજપના ૧૮ર નેતાઓએ માંગી ટિકિટઃ સંઘવીની સીટ નિશ્‍ચિત

પ્રથમ દિવસે સુરતમાં દાવેદારી માટે દાવેદારોનો ફાટ્યો રાફડોઃ સુરતની 6 બેઠકો માટે 182 લોકોએ કરી દાવેદારી

ગાંધીનગરઃ વરાછા અને ચોર્યાસી બેઠક કાંટાની ટક્કર જેવી બની છે.  પ્રથમ દિવસે સુરતમાં દાવેદારી માટે દાવેદારોનો રાફડો ફાટયો છે.  ભાજપના ૧૮ર નેતાઓએ ટિકિટ માંગી કરી રહ્યા છે. જયારે  સંઘવીની સીટ નિશ્‍ચિત માનવામાં આવે છે

આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ અને ભાજપમાં હજુ ઉમેદવારોને લઈને વિચારણા ચાલી રહી છે. જોકે ભાજપની ટિકિટ માટે જે રીતે પડાપડી થઈ રહી છે તે જોઈને નિરીક્ષકો પણ ચોંકી ઉઠયા હતા.

સુરતની છ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારોની લાઇન લાગી ગઈ છે, સેન્સ પ્રક્રિયા દરમિયાન આ છ બેઠક માટે 20-25 નહીં કુલ 182 નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે.

ઉમેદવારોમાં જોવા જઈએ તો વર્તમાન ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્યો દ્વારા ટિકિટ માંગવામાં આવી છે જેમાં ઉધનાથી વિવેક પટેલ, વરાછાથી કુમાર કાનાણી,
ચોર્યાસીથી ઝંખના પટેલ, કરંજથી પ્રવીણ ઘોઘારીએ ટિકિટ માંગી છે.

મજુરા વિધાનસભા પર હર્ષ સંઘવીને રિપીટ કરવા પ્રબળ માંગ
સુરતની હોટ સીટ ગણાતી મજૂરા પરથી હાલના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ મંત્રી વિનુ મોરડીયાએ સમર્થકો મારફત ફરી ટિકિટની માંગ કરી છે.

સુરતની વરાછા અને ચોર્યાસી એમ બે બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે જેમાં કુમાર કાનાણી અને દિનેશ નાવડીયાના નામથી માહોલ ગરમાયો છે. બીજી તરફ ઝંખના પટેલ સામે છોટુ પટેલે શક્તિ પ્રદર્શન કરી ટિકિટની માંગ કરી હતી.

કઈ બેઠક પર કેટલા ઉમેદવાર:
ઉધના: 46, મજૂરા: 10, ચોર્યાસી: 58, કતારગામ: 23, વરાછા: 21, કરંજ: 24

(11:34 am IST)