Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

વલસાડના સીટી પેલેસ વિસ્‍તારના યુવકે મોઢામાં ફટાકડાનું રોકેટ મુકીને સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા

સોશ્‍યલ મીડીયા ઉપર ફેમસ થવા જીવ જોખમમાં મુકતા યુવાનો

વલસાડ :આજના યંગસ્ટર્સ માટે સોશિયલ મીડિયા જ મહત્વનું બન્યુ છે. સોશિયલ મીડિયા પર પોપ્યુલર બનવા માટે તેઓ ગમે તે હદે જવા તૈયાર થાય છે. દિવાળીના દિવસે ફટાકડા ફોડવા પર અનેકવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. ફટાકડાથી જીવલેણ ઘટના બની શકે છે. છતા જુવાનિયાઓ ફટાકડા સાથે ખેલ ખેલે છે. આ દિવાળી સોશિયલ મીડિયા પર ફેમસ થવા કેટલાક યંગસ્ટર્સ જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યાં. વલસાડના એક યુવકે મોઢામાં સળગતુ રોકેટ મૂકીને સ્ટંટ કર્યુ હતું. 

વલસાડના સિટી પેલેસ વિસ્તારની આ ઘટના છે. સિટી પેલેસ વિસ્તારમાં યુવકના એક સ્ટંટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવકનો મોઢામાં રોકેટ મૂકી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. યુવકે જોખમી રીતે મોઢામાં રોકેટ મૂકીને રોડ પર દોટ મૂકી હતી. યુવકે રોકેટને મોઢામાં જ સળગાવ્યુ હતું. ત્યારે યુવકનો આવો જોખમી વીડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

(1:30 pm IST)