Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાયા મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા, પરંતુ બાદમાં ભાજપ સાથે જોડાઇ ગયા હતા, રાજ્યસભાની ચૂંટણીના સમયે તેમને ફરીથી પાછુ ભાજપમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ, અને નિષ્ક્રિય થઇ ગયા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રોજ ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણી પહેલા જ પાર્ટીઓમાં જોડાવામાં મોસમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતની રાજનીતિના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેંસનો ખેસ ધારણ કર્યો. ત્યારે કોંગ્રેસ મહેન્દ્રસિંહ વાઘેલાને તેમની જુની બેઠક બાયડ પરથી ટિકિટ આપી શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. 

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે ઘરવાપસી કરી છે. મહેન્દ્રસિંહ વાઘેલા આજે વિધિવત કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે બાયડ વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. મહેન્દ્રસિંહ વાઘેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. વર્ષ 2017 માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. 

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની પાંચ વર્ષ બાદ ઘરવાપસી થઈ છે. કોંગ્રેસમાં જોડાયા પછી મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, નફરતની રાજનીતિ દૂર કરવા માટે એક થઈને લડવું પડશે. ગુજરાતના વિકાસ માટે કરવા કોંગ્રેસમાં જોડાયો છું.

(2:47 pm IST)