Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ગાંધીનગરના સેક્ટર-4 ખાતે એક સ્પોર્ટ્સ કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી અઢી વર્ષના બાળકને હડફેટે લેતા મોત

ગાંધીનગરઃ  ગાંધીનગરના સેક્ટર-4 ખાતે તા.27 શુક્રવારના સાંજના સમયે એક સ્પોર્ટ્સ કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને ઘર આગળ રમતાં આશરે અઢી વર્ષના બાળકને ટાયર નીચે કચડી નાંખી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતાં પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

ગાંધીનગરના સેક્ટર-4માં ગઈકાલે સાંજના સમયે બેદરકારીથી કાર ચલાવતા સ્પોર્ટ્સ કારના ચાલકે માસુમ અથર્વનો કચડ્યો હતો. આ ઘટનાથી પરિવાર ઉપર આભ તૂટી પડયું છે. સેક્ટર-4/એ, પ્લોટ નંબર 146/2માં રહેતાં આર્મી જવાન ઈલેશભાઈ રાઠોડ દિવાળીના તહેવારો દરમ્યાન જોધપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે તેમના પત્ની દક્ષાબેન, મોટો પુત્ર ધાર્મિક તેમજ નાનો દીકરો અથર્વ (અઢી વર્ષ) સેક્ટર-4 ખાતે રહે છે.

 

આ બનાવના પગલે દક્ષાબેન સહિતના આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા. અને અથર્વને ખાનગી હોસ્પિટલમાં લઈને દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અથર્વને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતનાં પગલે દક્ષાબેન સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે બનાવની જાણ થતાં આર્મી જવાન ઈલેશભાઈ તેમજ ગામડે ગયેલા પરિવારજનો ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે. હાલમાં પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે.

(3:28 pm IST)