Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત ગુજરાતમા બેક ટુ બેક મીટિંગો

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ર૩ ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારીઃ સૌરાષ્‍ટ્રની પ૪ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર લગભગ નક્કી હોવાનું જાણવા મળે છે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચુટણી માટે કોગ્રેસના ઉમેદવાર લગભગ નકકી થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત હાલ ગુજરાતમા બેક ટુ બેક મીટિંગો કરી રહ્યાં છે. તેના પરિણામ સ્વરૂપે અનેક ઉમેદવારોના નામ લગભગ નક્કી કરાયા છે. સૌરાષ્ટ્રની 54 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2017 માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીત્યુ હતું. આ 33 પૈકી 10 ધારસભ્યોએ પાંચ વર્ષમાં પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં ૨3 ધારાસભ્યો છે. આ તમામને રિપીટ કરવાનુ કોંગ્રેસનુ આયોજન છે. જોકે, કોંગ્રેસ આ નામોની જાહેરાત ક્યારે કરશે તેની રાહ જોવાઈ રહી છે. 

કોંગ્રેસના ઉમેદવાર નક્કી, જાહેરાત બાકી

  • અબડાસા - રામદેવસિંહ જાડેજા, રાજેશ આહિર
  • માંડવી - વલ્લભ ભેલાણી, મુકેશ ગોર, કલ્પનાબેન જોશી
  • ભુજ - રાજેન્દ્રસિંહ જાડેજા, અરજન પટેલ,નવલસિંહ જાડેજા
  • અંજાર - રમેશ ડાંગર, અરજણ ખાટરિયા
  • ગાંધીધામ - મિતેષ લાલન,ભરત સોલંકી,જગદીશ દાફડા
  • લીંબડી - કલ્પના મકવાણા,મુળજી પલાળિયા,ભગીરથસિંહ
  • વઢવાણ -મોહન પટેલ, મનુ પટેલ, મનિષ દોશી
  • ધ્રાંગધ્રા - ધર્મેન્દ્ર એરવડિયા, નટુજી ઠાકોર, ગોરધન ઠાકોર
  • મોરબી - મનોજ પનારા, કિશોર ચિખલીયા, નયન અઘારા
  • રાજકોટ ઈસ્ટ - મહેશ રાજપુત, અશોક ડાંગર, ભાનુબેન સારણી
  • રાજકોટ વેસ્ટ - ગોપાલ અનડકટ, મનસુખ કાલરીયા, રજત સંઘવી
  • રાજકોટ દક્ષિણ - ડો.હેમાંગ વસાવાડા, હિતેષ વોરા
  • રાજકોટ ગ્રામ્ય - સુરેશ બથવા
  • જસદણ-વીંછિયા - ભોળાભાઈ ગોહિલ, અવસર નાકિયા
  • ગોંડલ - જગદીશ દેસાઈ, લલિત પાટોરિયા
  • જેતપુર - પી.કે.વેકરિયા, કિરીટ પાનલિયા
  • જામનગર ગ્રામ્ય - જીવણભાઈ આહીર, અંકિત ગાડીયાઝ, હારુન ક્લેજા
  • જામનગર ઉત્તર - બિપેન્દ્ર જાડેજા, કર્ણદેવ જાડેજા, નયનાબા જાડેજા
  • જામનગર દક્ષિણ - મનોજ કથીરિયા, ધવલ નંદા, મનોજ ચોવટિયા
  • દ્વારકા - મેરામણ ગોરિયા, મુળુભાઇ કંડોરીયા, પાલ આંબલિયા
  • માણાવદર - અરવિંદ લાડાણી, હરિભાઈ પટેલ
  • વિસાવદર - કરશન વડોદરિયા, ભરત વીરડિયા, ભાવેશ ત્રાપસિયા
  • કેશોદ - ધર્મિષ્ઠા પટેલ, હીરાભાઈ જોટવા, પ્રગતિ આહીર
  • ધારી - ડો કિર્તી બોરીસાગર, પ્રદીપ કોટડીયા
  • મહુવા - ડૉ.કનુ કલસરીયા, રાજ મહેતા,
  • ગારીયાધાર - ગોવિંદભાઇ પટેલ, પરેશ ખેની,પ્રવિણ ઝાલા
  • પાલિતાણા - પ્રવિણ રાઠોડ,મનુભાઇ પરમાર, અમિત લવતુકા
  • ભાવનગર ગ્રામ્ય - પ્રદિપસિંહ ગોહિલ, રેહવતસિંહ ગોહિલ, ભાવનગર પૂર્વ-નીતાબેન રાઠોડ, જીતુભાઇ ઉપાધ્યાય, બળદેવ સોલંકી
  • ભાવનગર પશ્ચિમ - કે.કે.ગોહિલ, પારુલ ત્રિવેદી,બળદેવ સોલંકી
  • ગઢડા (SC) - જગદીશ ચાવડા, સંજય અમરાણી, વિઠ્ઠલ વાજા
  • બોટાદ - મનહર પટેલ, રમેશ શીલુ, રમેશ મેર

ગુજરાત કોંગ્રેસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 54 બેઠકનો સમાવેશ થાય છે. કેટલાક એવા ધારાસભ્યો એવા હતા જેમણે ચૂંટણી બાદ ભાજપનો ખેસ પહેર્યો હતો. તેથી કોંગ્રેસ બાકીના ઉમેદવારોને રિપીટ કરે તેવુ સૂત્રોનું કહેવું છે. કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યોનું ક્યારેય પત્તુ કાપતુ નથી. કોંગ્રેસ પોતાના વર્તમાન ધારાસભ્યોને હંમેશા બીજી તક આપે છે. ત્યારે અનેક દિગ્ગજ ધારાસભ્યોને કોંગ્રેસ રિપીટ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં અમરીષ ડેર, , કનુ કલરરીયા, ગોવિંદ પટેલ, પૂંજાભાઈ વંશ, વિક્રમ માડમ, પાલ આંબલિયા, અર્જુન મોઢવાડિયા જેવા અનેક ધારાસભ્યો રિપીટ થશે. 

(3:38 pm IST)