Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે પોતાના 13 મજબૂત ઉમેદવારો જાહેર કર્યા : ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને જનતાનું શોષણ કર્યું છે : અત્યાર સુધી ફક્ત ભાજપ અને કોંગ્રેસના મળતીયાઓને લાભ પહોંચે એ પ્રમાણે શાસન ચલાવવામાં આવ્યું છે: તમામ વર્ગના લોકોનું ભલું થાય એ પ્રમાણે વિઝન અને લક્ષ લઈને આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે: અમારા આ ઉમેદવારો ક્રાંતિકારી યોદ્ધાઓ ગુજરાતમાં પરિવર્તનના સૈનિક બનીને આવી રહ્યા છે: ગોપાલ ઇટાલિયા

કડી વિધાનસભામાંથી એચ.કે. ડાભી - ગાંધીનગર ઉત્તર બેઠક ઉપરથી મુકેશભાઈ પટેલ - વઢવાણ વિધાનસભામાંથી હિતેશભાઈ પટેલ - મોરબી વિધાનસભામાંથી પંકજભાઈ રાણસરિયા - જસદણ વિધાનસભામાંથી તેજસભાઈ ગાજીપરા - જેતપુર વિધાનસભામાંથી રોહિતભાઈ ભુવા-કાલાવડ વિધાનસભામાંથી ડૉ. જીગ્નેશભાઈસોલંકી -જામનગર ગ્રામીણ સીટ ઉપરથી પ્રકાશભાઈ ડોંગા -મહેમદાબાદ વિધાનસભામાંથી પ્રમોદભાઈ ચૌહાણ - લુણાવાડા વિધાનસભામાંથી નટવરસિંહ સોલંકી - સંખેડા વિધાનસભામાંથી રંજનભાઇ તડવી- માંડવીની બારડોલી વિધાનસભામાંથી સાયનાબેન ગામીત - મહુવા વિધાનસભામાંથી કુંજનભાઈ ધોડિયાને ટિકિટ અપાઈ

રાજકોટ તા.૨૮

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા મીડિયા સમક્ષ જણાવ્યું કે, ગુજરાતના તમામ લોકોને નવા વર્ષની શુભકામનાઓ. આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી ગુજરાત પધારી રહ્યા છે. આજથી તેઓ ત્રણ દિવસ સુધી છ અલગ અલગ જગ્યાએ જંગી જનસભાને સંબોધિત કરીને આમ આદમી પાર્ટીનું વિઝન અને આમ આદમી પાર્ટીનું લક્ષ્ય ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરશે. આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરીને તથા પોતાના ઘરના પૈસા ખર્ચ કરીને અને જીવના જોખમે કામ કરીને આમ આદમી પાર્ટીની સરકાર બને એ માટે મજબૂતીથી કામ કર્યું છે. તો હું આ નવા વર્ષે અમારા તમામ કાર્યકર્તાઓને વંદન કરું છું તથા વિશેષ આભાર વ્યક્ત કરું છું.

ગુજરાતમાં ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને જનતાનું શોષણ કર્યું છે, આર્થિક શોષણ કર્યું છે અને કોન્ટ્રાક્ટ પ્રથાના નામે યુવાનોનું પણ ખૂબ જ શોષણ કર્યું છે અને તમામ વર્ગનું શોષણ કર્યું છે. અત્યાર સુધી ફક્ત ભાજપ અને કોંગ્રેસના મળતીયાઓને લાભ પહોંચે એ પ્રમાણે શાસન ચલાવવામાં આવ્યું છે. ત્યારે હવે ગુજરાતની જનતાની એક આશા બનીને આમ આદમી પાર્ટી આવી છે. ગુજરાતની જનતાને વિશ્વાસ છે કે આ વખતે કંઈ સારું થવા જઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલજીએ ૩૦૦ યુનિટ મફત વીજળીની ગેરંટી આપી છે. ગુજરાતના તમામ બાળકોને સારામાં સારું વિશ્વકક્ષાનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળે તથા શ્રેષ્ઠ શિક્ષણ મળે તેની ગેરંટી આપી છે. આદિવાસી સમાજના અધિકારો માટે અનુસૂચિ પાંચ અને પેસા કાનૂન લાગુ કરવાની ગેરંટી આપી છે. ગુજરાતની તમામ મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની સન્માન રાશિ મળે એની ગેરંટી આપી છે તથા ગુજરાતના યુવાનોને દસ લાખ સરકારી નોકરી મળે એની પણ ગેરંટી અરવિંદ કેજરીવાલજી આપી છે. ખેડૂતોને પણ દિવસના 12 કલાક અને દિવસે વીજળી આપવાની ગેરંટી આપી છે. આમ તમામ વર્ગના લોકોનું ભલું થાય એ પ્રમાણે વિઝન અને લક્ષ લઈને આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે અને ગુજરાતના લોકોએ પણ ખૂબ જ પ્રેમભાવથી આવકારી છે. આમ આદમી પાર્ટી પણ આવનારી ચૂંટણીને લઈને સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાઓ પોતાની પૂરી શક્તિ લગાવીને કામ કરવા માટે થનગની રહ્યા છે. 

અત્યાર સુધી આમ આદમી પાર્ટી એ અલગ અલગ યાદી જાહેર કરીને 70 થી વધુ ઉમેદવારો જાહેર કર્યા છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ચૂંટણીના મહિનાઓ અગાઉ કોઈ રાજકીય પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હોય. અરવિંદ કેજરીવાલજીનું અને આમ આદમી પાર્ટીનું એક સપનું છે કે આપણે રાજનીતિ બદલવી છે. અને આ રાજનીતિ બદલવાના સંદર્ભમાં અમે ચૂંટણી જાહેર થયા પહેલા જ ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે કારણ કે ઉમેદવાર અને જનતા વચ્ચે પ્રેમની લાગણી નો સંબંધ બને એના માટે પૂરતો સમય મળી રહે. ગુજરાતના લોકોએ પણ આમ આદમી પાર્ટીની આ નીતિના ખૂબ જ વખાણ કર્યા છે. આ અનુક્રમમાં આજે અમે 13 ઉમેદવારોની એક વધુ યાદી જાહેર કરવા જઈ રહ્યા છીએ. અમારા આ ઉમેદવારો ક્રાંતિકારી યોદ્ધાઓ ગુજરાતમાં પરિવર્તનના સૈનિક બનીને આવી રહ્યા છે.

કડી વિધાનસભામાંથી એચ.કે. ડાભી જેઓ રીટાયર્ડ અધિકારી છે તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે.

ગાંધીનગર ઉત્તર બેઠક ઉપરથી અમારી પાર્ટીના સિનિયર આગેવાનો અને ખૂબ સારા ઉદ્યોગપતિ મુકેશભાઈ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

વઢવાણ વિધાનસભામાંથી હિતેશભાઈ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

મોરબી વિધાનસભામાંથી પંકજભાઈ રાણસરિયાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

જસદણ વિધાનસભામાંથી તેજસભાઈ ગાજીપરાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

જેતપુર વિધાનસભામાંથી રોહિતભાઈ ભુવાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

કાલાવડ બેઠક જે.એસ.સી રિઝર્વ બેઠક છે, ત્યાંથી ડૉ. જીગ્નેશભાઈ સોલંકીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

જામનગર ગ્રામીણ સીટ ઉપરથી પ્રકાશભાઈ ડોંગા જેઓ વ્યવસાયે વકીલ અને કન્સલ્ટન્ટ છે. તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

મહેમદાબાદ વિધાનસભામાંથી પ્રમોદભાઈ ચૌહાણને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

લુણાવાડા વિધાનસભામાંથી નટવરસિંહ સોલંકીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

સંખેડા વિધાનસભામાંથી રંજનભાઇ તડવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

માંડવીની બારડોલી વિધાનસભા જે એસ.ટી. રિઝર્વ બેઠક છે, ત્યાંથી સાયનાબેન ગામીતને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

મહુવા વિધાનસભા જે એસ.ટી. રિઝર્વ બેઠક છે, ત્યાંથી કુંજનભાઈ ધોડિયાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ભાજપ વાળા લોકોના મનમાં ભ્રમ ફેલાવવા માટે મહેનત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલજીને બદનામ કરવા માટે આખા ગુજરાતમાં પોસ્ટર લગાવ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટર લગાવવામાં આવે છે ત્યારે તેને ભાજપ દ્વારા ફાડી નાખવામાં આવે છે પછી તેઓ પોતે અરવિંદ કેજરીવાલજીના પોસ્ટરો લગાવીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાની કોશિશ કરે છે. ભાજપને ખબર નથી કે તેઓ શું ઈચ્છે છે કારણ કે તેઓ અમારા પોસ્ટર ફાડી નાખે છે અને ત્યારબાદ પોતે જ અરવિંદ કેજરીવાલજીના પોસ્ટરો લગાવે છે. આ બધી વસ્તુ બતાવે છે કે જેમ ઓલવાતો દીવો વધુ ફડફડતો હોય છે એવી જ ભાજપની હાલત છે.

ભાજપના લોકો 27 વર્ષથી શાસન ચલાવી રહ્યા છે તો પણ પોતાનું કામ બતાવી નથી શકતા. એટલા માટે તેઓ અમારા હોડિંગ ફાડી નાખે છે, ઝંડા તોડી નાખે છે. જો કોઈ વ્યક્તિ અમને પોતાનો પાર્ટી પ્લોટ કે બેન્કવેટ હોલ ભાડે આપે છે એમના ત્યાં JCB મોકલવામાં આવે છે અને તોડફોડ કરવામાં આવે છે. છતાં પણ અમારા કાર્યકર્તાઓ જીવના જોખમે કામ કરતા હોય છે તો ત્યાં અમારા કાર્યકર્તાઓ ઉપર પણ જીવણ હુમલા કરવામાં આવે છે. હુમલા કર્યા પછી પણ ચાર પાંચ દિવસ સુધી પોલીસ એફ.આઈ.આર. પણ નથી લેતી. આ હદની તાનાશાહી અંગ્રેજોના સમયમાં પણ ન હતી. 

ભાજપમાં હિંમત નથી એટલા માટે તેઓ એમ કહી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટી સામે નહીં પણ કોંગ્રેસ સામે ચૂંટણી લડી રહ્યા છે. શા માટે તેઓ નબળા લોકો સામે લડાઈ લડી રહ્યા છે. ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ડરી રહ્યા છે એટલા માટે આમ આદમી પાર્ટી વિરુદ્ધ કંઈ બોલી પણ નથી શકતા. અમને પૂરેપૂરી ખાતરી છે કે સરકાર બનાવવા માટે જેટલા ઉમેદવારો જરૂરી છે એટલા ઉમેદવારો જીતશે.

(3:34 pm IST)