Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

અમદાવાદ સ્થિત લંડન હાઈ કમિશનના અધિકારીઓ અમરેલીની મુલાકાતે : લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે તેઓને ગ્રામીણ સંસ્કૃતિથી પરિચિત કરાવ્યા

તેઓએ ગુજરાત સાથેના જુના સંબંધો વાગોળ્યા તેમજ તેઓએ ગુજરાતી ભાષા બોલી લોકોને પ્રભાવિત કર્યા

રાજકોટ તા.૨૮

અમદાવાદ સ્થિત લંડન હાઈ કમિશનના અધિકારીઓ અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા.સાસણ જતા તેઓ એક દિવસ અમરેલીમાં રોકાયા હતા અને અહીંના ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને લાઠીના પ્રતાપગઢ ગામ ખાતે ચાલતી ભગવત સપ્તાહમાં પણ તેઓએ મુલાકાત કરી હતી ગુજરાતના ગામડાઓની મૂલાકાત કરી આનંદીત થયા હતા તેમની સાથે લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પણ જોવા મળ્યા હતા અને વિરજીભાઈ ઠુંમરએ તેઓને ગ્રામીણ સંસ્કૃતિથી પરિચિત કરાવ્યા હતા.

        ગુજરાતી કલચર અને રૂરલ કોમ્યુનિટીની મુલાકાત માટે નીકળેલા લંડન હાઈ કમિશનના અધિકારીઓ અમરેલી આવી પહોંચ્યા હતા સાસણ તરફ જતી વખતે અમરેલીના સ્થાનિક નેતાઓ સાથે અને લોકો સાથે મુલાકાત કરી હતી.ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સાથે તેઓએ મુલાકાત કરી હતી અને લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામે  ભાગવત સપ્તાહની પણ વિઝીટ કરી ઇન્ડિયન કલચર જાણવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.હાઈ કમિશન અમદાવાદના મિસ્ટર કુક અને મિસ કોરીનાએ અમરેલીની મુલાકાત કરીને તેઓએ ગુજરાત સાથેના જુના સંબંધો વાગોળ્યા હતા.તેમજ તેઓએ ગુજરાતી ભાષા બોલી લોકોને પ્રભાવિત કર્યા હતા.

    તેઓનો જન્મ આઝાદી સમયે કોલકતામાં થયો હતો જેથી ભારત લોકો સાથે તેઓનો લગાવ છે.જેથી ગુજરાતમાં તેઓએ અલગ-અલગ શહેરોની મુલાકાત કરી તેઓએ ગુજરાત સાથે સંબંધો વિકસાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.તેઓ વિઝાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીએ મુલાકાત કરતા અને સ્થાનીય નેતાઓ સાથે ચર્ચાઓ કરવામાં આવ્યા પ્રમાણે તેમની મુલાકાત મહત્વની રહી છે જેનો બેનિફિટ આગામી દિવસોમાં ગુજરાતના વિદ્યાર્થીઓને વિઝાની કામગીરીમાં ફાયદો મળશે તેવું સ્થાનિક નેતા જણાવી રહ્યા છે.

(3:41 pm IST)