Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

વલસાડના ધોવી તળાવ નજીક જૂની અદાવતને લઈને મારામારીમાં બંને પક્ષોના પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વલસાડ:શહેરની મધ્યમાં આવેલા ધોબી તળાવ વિસ્તારમાં રહેતા ભંડારી પરિવાર અને માલિયા પરિવારના સભ્યો વચ્ચે જૂની અદાવતમાં બંને પક્ષે મારામારી થઈ હતી. બંને પક્ષ વચ્ચે થયેલી મારમારીમાં કુલ 5 વ્યક્તિઓ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માત્ર ખસેડવામાં આવ્યા છે. મારમારીની સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર ઘટના સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વલસાડ શહેરની મધ્યમાં આવેલા ધોબી તળાવ વિસ્તારમાં રહેતા શિનુભાઈ ભંડારી અને દેવજી માલિયા પરિવાર વચ્ચે જૂની અદાવતમાં મારામારી થઈ હતી. માલિયા પરિવારના સભ્યને શીનું ભંડારીની દીકરીએ જાહેરમાં ગાળો આપીને ઝાપટ મારી હોવાના આક્ષેપ ભંડારી પરિવારે લગાવ્યા હતા. અને જૂની અડવાતને લઈને એક ટોળું થઈને શીનું ભંડારીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં શીનું ભંડારી અને ગણેશ ભંડારી તથા તેના પરિવારના સભ્યોને માર મારવામાં આવ્યો હતો. લોખડના સળિયા, સ્ટમ્પ, બેઝબોલ સ્ટ્રીક તથા લોખડના સળિયા લઈને અશોક, પ્રહલાદ અને શૈલેષ માલિયા આવી પહોંચ્યા હતા. અને ભંડારી પરિવારના સભ્યોને માર માર્યો હતો. ઘટનામાં બુમાબુમ થતા ઇજાગ્રસ્તો અને હુમલા ખોરો ભાગી છૂટ્યા હતા. ભંડારી પરિવારના સભ્યોએ ઇજાગ્રસ્ત શીનું ભંડારી અને તેના દીકરા ગણેશ ભંડારીની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટના અંગે વલસાડ સીટી પોલીસ જવાનોને જાણ થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(5:36 pm IST)