Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

હવે પૂર્વ ક્રિકેટર રાજકીય ઇનિંગ રમવા ઉત્સુક :જલાલપોર બેઠક પર દાવેદારી નોંધાવી: ભાજપ પાસેથી ટિકીટ માંગી

પૂર્વ ક્રિકેટર રાકેશ પટેલ વર્ષ 2021-22માં રણજી ટીમના બોલીંગ કોચ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમી ચૂક્યા છે.

નવસારીમાં પૂર્વ ક્રિકેટરે પણ ભાજપમાં દાવેદારી કરી છે. પૂર્વ ક્રિકેટર રાકેશ પટેલે ભાજપની ટિકિટની માંગ કરી છે. નવસારીની જલાલપોર બેઠક પર દાવેદારી નોંધાવી છે. એટલે કે જો ભાજપ તરફથી ટિકીટ આપવામાં આવે તો વિધાનસભા ચૂંટણી લડી શકે છે. પૂર્વ ક્રિકેટર રાકેશ પટેલ વર્ષ 2021-22માં રણજી ટીમના બોલીંગ કોચ રહ્યા છે.આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ પટેલ 1998માં ફર્સ્ટ ક્લાસ રણજી ટ્રોફી રમ્યા હતા. ત્યારબાદ 2002માં ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં તેમની પસંદગી થઈ હતી. વર્ષ 2007માં આયર્લેન્ડ પ્રવાસે માટે ભારતીય ટીમમાં તેમની પસંદગી થઈ હતી. વર્ષ 2008માં ICLમાં અમદાવાદની ટીમનું તેમણે પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 2010માં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે તેમની પસંદગી થઈ હતી. વર્ષ 2013માં ફર્સ્ટ ક્લાસ બીસીએ રણજીત ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત થયા હતા. વર્ષ 2021-22માં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત થયા હતા. હવે જોવુ રહ્યુ કે ક્રિકેટર રાકેશ પટેલને રાજકીય પીચ માટે ટિકીટ મળે છે કે કેમ...

(7:01 pm IST)