Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

દિવ્યાંગ વ્હીલચેર ભારતીય ક્રિકેટ ટીમ સુરત પહોંચી :સરદાર પટેલ યુનિટી કપ ટુર્મામેન્ટનો થયો પ્રારંભ

ભારત દેશમાંથી કુલ 34નામાંકીત અને રાષ્ટ્રીય કક્ષાનાં ખેલાડીઓ ભાગ લેશે

સુરત :પ્રધાનમંત્રી મોદીનાં સર્વસમાવેષક ભારતના વિઝનને સાકાર કરવા માટે અને ભારત દેશમાં દિવ્યાંગો ઉચ્ચ મનોબળ સાથે શારિરીક માનસિક મર્યાદાઓ ઓળંગી ક્રિકેટમાં વૈશ્વિક ખ્યાતિ મેળવે તે માટે BCCI દ્વારા માન્યતા પ્રાપ્ત ડિફરેન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉસિલ ઓફ ઈન્ડિયા (DCCI) અને સુરતનું રમતગમત સંગઠન બિગ બૈશ સ્પોર્ટ્સ લીંગ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ સરદાર પટેલ યુનિટી કપના નામે ટી T20 વ્હીલચેર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ સુરત ખાતે યોજાઇ હતી , જેમાં ભારત દેશમાંથી કુલ 34નામાંકીત અને રાષ્ટ્રીય કક્ષાનાં ખેલાડીઓ ભાગ લેશે.

આ અંગે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાનાં પ્રમુખ, સરદાર પટેલ યુનિટી કપ, T-20 નાં બ્રાંન્ડ એમ્બેસેડર અને પદ્મશ્રી સન્માનીત ર્ડા.કનુભાઈ ટેલર એ જણાવ્યુ કે ‘‘આ આયોજન સરદાર પટેલનાં દૃઢ સંકલ્પથી પ્રેરીત છે. આ આયોજનથી અમે ભારત દેશનાં વ્હીલચેર ક્રિકેટરોના ધૈર્ય અને દઢ સંકલ્પ સાથે સરદાર પટેલની અખંડ ભારતના વારસાને સાચી શ્રધ્ધાંજલી આપવાનો એક નમ્ર પ્રયાસ કરીશું. તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વધુમા વધુ ટુનામેન્ટ યોજી દિવ્યાંગોને પ્રોત્સાહીત કરીશુ જેથી દિવ્યાંગો નિયમિતપણે ટુર્નામેન્ટમાં ભાગ લેતા રહે અને તેમના કૌશલ્યને જાળવી રાખે અને ખેલાડીઓને વધુ મજબુત બનાવાશે’’

 

આ ટુર્નામેન્ટ આજથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે સુરતમાં લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ ખાતે શરૂ થયું હતું અને ૩૦ ઓકટોબર 2022 નાં રોજ પુર્ણ થશે. BBSLની સુશ્રી શીતલ પીઠાવાલાએ જણાવ્યું હતુ કે ‘‘આ ક્રિકેટ ટુર્નામેન્ટ દિવ્યાંગો પ્રતિ જાગૃતતા લાવવાનો અને તેઓને સમાજનાં પ્રવાહમાં ભેળવવાનો સંદેશો છે. યુનિટી કપનો ફાઈનલ 30 ઓકટોબર 2022 ના રોજ રમાશે અને ત્યાર બાદ ભવ્ય સમાપન સમારોહ થશે. સૌપ્રથમ વખત સરદાર પટેલના વારસાનું સન્માન કરવા સુરત ખાતે ડિફરન્ટલી એબલ્ડ રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે

 

(7:03 pm IST)