Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના 22 ધારાસભ્યો પૈકી 18 ધારાસભ્યોને રિપીટ કરવાનું લગભગ નક્કી

જૂનાગઢના ભીખાભાઇ જોશી અને ધોરાજીના લલિત વસોયાની બેઠકની પેનલમાં અન્ય નામો જયારે અન્ય સીટિંગ ધારાસભ્યોની બેઠકમાં માત્ર સિંગલ નામ

ગુજરાતમાં 2017 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ માટે સૌથી મજબૂત ગઢ પુરવાર થયેલ સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો માટે કોંગ્રેસના સંભવિત મુરતિયાઓના નામોચર્ચામાં આવવા લાગ્યા છે, સૌરાષ્ટ્ર ઝોનના હાલના કોંગ્રેસના 22 ધારાસભ્યો પૈકી 18 ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી કર્યું છે જ્યારે 4 ધારાસભ્યોના કેસમાં કોંગ્રેસે તૈયાર કરેલ પેનલમાં હાલના સીટીંગ ધારાસભ્ય અને એ સિવાય અન્ય નામો પણ જોવા મળી રહ્યા છે.

2017 વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની 54 પૈકી 33 બેઠકો જીતવામાં કોંગ્રેસ સફળ થયું હતું. ત્યારબાદ કોંગ્રેસના કઠિન સમયમાં દિગ્ગજ રહેલા સભ્યો સહિત 10 ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કહી ગયા. હાલ સૌરાષ્ટ્ર ઝોનમાં કોંગ્રેસના 22 ધારાસભ્યો છે. જે પૈકી 19 ધારાસભ્યોને રિપીટ કરવાનું કોંગ્રેસનું આયોજન છે. જૂનાગઢ શહેરના ભીખાભાઇ જોશી અને ધોરાજીના લલિત વસોયા જ એવા ધારાસભ્ય છે કે તેમની વિધાનસભા બેઠકની પેનલમાં અન્ય નામોનો પણ સમાવેશ થયો છે. જ્યારે અન્ય સીટીંગ ધારાસભ્યોની બેઠકમાં માત્ર સિંગલ નામો જ સામેલ છે. આ સિવાય કચ્છની રાપર વિધાનસભા બેઠક પર સંતોકબેન એરઠીયા અથવા તો એમના સ્થાને તેમના પતિના નામ ની પણ ચર્ચા ચાલી રહી છે.. બાકીના ધારાસભ્યો કોંગ્રેસ રિપીટ કરે એવી શક્યતાઓ જોવાઇ રહી છે.

 

(7:22 pm IST)