Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ભાજપમાં એવું છે કે બાળક જન્મે એટલે મોદી..મોદી કરે અને મોટો થાય એટલે ટિકીટ માંગે: ધારાસભ્ય યોગેશ પટેલ

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું ચર્ચાસ્પદ નિવેદન: વડોદરામાં સારામાં સારો વિસ્તાર માંજલપુર અમે બનાવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે પર્યટન સારુ હોય તો લોકો વધારે આવે.જે લોકોએ દાવેદારી નોંધાવી તેને પોતાનો નિર્ણય છે

વડોદરામાં માંજલપુર વિધાનસભા સેન્સ મામલે વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. માંજલપુર બેઠક પર 40 દાવેદારોએ ઈચ્છા દર્શાવતા યોગેશ પટેલ નિવેદન આપ્યું છે. પાંચેય વિધાનસભામાં માંજલપુર વિધાનસભા શ્રેષ્ઠ છે. અગાઉ 5 પટેલો ધારાસભ્ય હતા. હવે હું એકલો જ પટેલ ઉમેદવાર છેલ્લા 7 વખતથી જીતુ છું. જો કે, તમામ 19 વોર્ડમાંથી પટેલ જ્ઞાતિના લોકોએ ટીકીટ માંગી છે.

વધુમાં કહ્યુ કે ભાજપમાં એવુ છે કે બાળક જન્મે એટલે મોદી..મોદી કરે અને મોટો થાય એટલે ટિકીટ માંગે. વડોદરામાં સારામાં સારો વિસ્તાર માંજલપુર અમે બનાવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે પર્યટન સારુ હોય તો લોકો વધારે આવે.જે લોકોએ દાવેદારી નોંધાવી તેને પોતાનો નિર્ણય છે પરંતુ ભાજપમાં બાળક જન્મે એટલે મોદી...મોદી કરે અને મોટો થાય એટલે ટિકીટ માંગે..

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી યોગેશ પટેલ સક્રીય નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે. યોગેશ પટેલ 1990થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેમનું જીવન ખૂબ જ સાદું છે અને તેમના સાદાગીભર્યા જીવનના અનેક કિસ્સા આજે પણ તેમની નજીકના લોકોમાં ચર્ચાય છે. મોટાભાગે તેઓ ભાજપમાં રહીને જ ભાજપના તંત્ર સામે અવાજ ઉઠાવનાર નેતા તરીકે ચર્ચામાં રહ્યા છે. લાંબા સમય સુધી ભાજપના વફાદાર રહ્યા છતાં તેમને જોઈએ તેટલું મહત્વની સ્થાન મળ્યું ન હોવાનું જણાય છે. આ વાત પાછળ પણ તેમનો લડાયક સ્વભાવ કારણભૂત માનવામાં આવે છે

(7:34 pm IST)