Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

રાજ્યના 5 જેટલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીના હુકમ

સુશ્રી મેઘના પરીખ નાયબ કલેકટર ગાંધીનગરની બદલી કરીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સાબરકાંઠા ખાતે થયેલ નિમણુંક રદ કરાઈ

અમદાવાદ : રાજ્યના 5 જેટલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીના હુકમ કરાયા છે જયારે સુશ્રી મેઘના પરીખ નાયબ કલેકટર ગાંધીનગરની બદલી કરીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સાબરકાંઠા ખાતે થયેલ નિમણુંક રદ કરાઈ છે,

રાજ્યના 5 જેટલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીના હુકમ કરાયા છે જેમાં ભાવનગરના સુશ્રી રીટા પટેલને સાબરકાંઠા,બનાસકાંઠાના વી,આર,બારોટને અરવલ્લી,ગીર સોમનાથના આર,કે,મકવાણાને પાટણ,પાટણમાં સુશ્રી પલ્લવી બારૈયાને ગીર સોમનાથ અને પંચમહાલના સુશ્રી સી,એન, ભાભોરને વડોદરા મુકાયા છે

 

(8:46 pm IST)