Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચની કવાયત :મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજકીય પ્રતિનિધિઓ સાથે બેઠક

બેઠકમાં મીડિયા સર્ટિફિકેશન, આદર્શ આચારસંહિતા અને ચૂંટણી ખર્ચ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું

અમદાવાદ : વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને અનુલક્ષીને મુખ્ય ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદના વિશેષ અતિથિ ગૃહ ખાતે યોજાયેલી આ બેઠકમાં મીડિયા સર્ટિફિકેશન, આદર્શ આચારસંહિતા અને ચૂંટણી ખર્ચ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના સરળ અને સુચારૂ સંચાલન માટે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને તાલીમની સાથે સાથે રાજકીય પક્ષો સાથે પણ બેઠક યોજી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે અમદાવાદના વિશેષ અતિથિ ગૃહ ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્ય દ્વારા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી ખર્ચ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ. બી. પટેલ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવતા પ્રચાર-પ્રસાર, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક મીડિયામાં આપવામાં આવતા રાજકીય વિજ્ઞાપનોના પૂર્વ-પ્રમાણિ કરણ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુદ્દાસર જાણકારી આપવામાં આવી હતી

(8:52 pm IST)