Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ચીનકુવા ગામે રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટે દિવાળી રોશનીના પર્વની ઉજવણી બાળકોને ફટાકડા વહેંચી કરી

ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ છેવાડાના ગામના 70 જેટલા જરૂરિયાત મંદ બાળકોને ફટાકડાઓનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ચીનકુવા ગામના આદિવાસી ગરીબ બાળકોને રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફટાકડાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી

દિવાળીના રોશનીના ઉમંગનાં ખુશીઓના પર્વની ઉજવણી રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ છેવાડાના ચીનકુવા ગામના 70 જેટલા જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું આ જરૂરિયાતમંદ ગરીબ બાળકોને ફટાકડાઓ આપીને ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ વસાવા તેમજ ટ્રસ્ટના સદસ્યો દ્વારા અનોખો સ્નેહ સંદેશો પાઠવી અનોખી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરીને અંધકાર પર પ્રકાશના વિજય "ના આ તહેવાર પર રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ રાજપીપલા દ્વારા જરૂરિયાતમંદ બાળકોના ચહેરાના સ્મિત પર એક રંગીન ખુશીઓ લહેરવાનો એક નાનકડો પ્રયાસથી બાળકોના ચહેરાઓની સ્મિત પર ખુશીઓની રોશની છલકાઈ જવા પામી હતી.
 આ પ્રસંગે રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ વસાવા તેમજ ટ્રસ્ટના સદસ્યોઓનો ગામના આગેવાન જયસિંગભાઈ વસાવાએ આભાર માન્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ વસાવા તેમજ ટ્રસ્ટના સદસ્યો સહિત ગામના આગેવાન જયસિંગભાઈ વસાવા, દિલીપભાઈ વસાવા વડીલો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:03 pm IST)