Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

આપ નેતા મહેશભાઈ સવાણીને હોસ્પિટલમાં દાખલ કરાયા :છેલ્લા 5 દિવસથી અનશન પર છે આપ નેતા

કમલમમાં થયેલ ઘર્ષણ મામલે જેલમાં બંધ આપ નેતાઓ મુદ્દે અનશન પર: સુગર લેવલ ઓછું થતા એસવીપી હોસ્પિટલમાં દાખલ

ગાંધીનગર : આપ નેતા મહેશભાઈ સવાણીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે છેલ્લા 5 દિવસથી આપ નેતા મહેશભાઈ સવાણી અનશન પર હતા
 કમલમમાં થયેલ ઘર્ષણ મામલે જેલમાં બંધ આપ નેતાઓ મુદ્દે અનશન પર બેઠા હતા તેઓનું સુગર લેવલ ઓછું થતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે

ગુજરાત ગૌણ સેવા પસંદગીનુ પેપર ફુટતા અને ગોટાળા સામે આવતા આપના ગુજરાતના ટોચના નેતાઓ આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે જેમાથી મહેશભાઈ સવાણીની તબીયત લથડતા હોસ્પિટલ લઇ જવાયા છે. તેમની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી સમિતિના ચેરમેન રાજીનામુ આપે તેમજ તાજેતરમાં ગાંધીનગર કમલમ ખાતે ભાજપના કાર્યકરો સાથે થયેલ માથાકુટ સમયે આપના નેતાઓ સામે થયેલા પોલીસ કેસો પાછા ખેંચવામા આવે.

(10:00 pm IST)