Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સુરત શહેરમાં કોરોનાના ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો : શહેરમાં ઓમિક્રોનના કુલ ૩ કેસ

છાપરાભાઠાના હીરાના વ્યવસાયી ૩ર વર્ષીય પુરુષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ :ઓક્ટોબર માસના પ્રારંભમાં ગ્રેબોન, બોત્સ્વાના ગયા હતા અને ૧રમી ડિસેમ્બરે સુરત આવ્યા હતા: હાલમાં કોઇ લક્ષણ નથી: હીરાના વ્યવસાયીના પરિવારજનો, સંતાનો અને સંપર્કમાં આવેલા ૬૧ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ

સુરત શહેરમાં કોરોનાના ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો છે આ સાથે શહેરમાં ઓમિક્રોનના કુલ ૩ કેસ થયા છે  છાપરાભાઠાના હીરાના વ્યવસાયી ૩ર વર્ષીય પુરુષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેઓ ઓક્ટોબર  માસના પ્રારંભમાં ગ્રેબોન, બોત્સ્વાના ગયા હતા અને ૧રમી ડિસેમ્બરે સુરત આવ્યા હતા ,હાલમાં કોઇ લક્ષણ નથી , હીરાના વ્યવસાયીના પરિવારજનો, સંતાનો અને સંપર્કમાં આવેલા ૬૧ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે

(11:41 pm IST)