Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

આ દેશને જેટલી સંસ્કારની અને સમૃદ્ધિની જરુરિયાત છે તેટલી શક્તિમાન યુવાનોની પણ જરુર છે : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી દિવ્યાંગો (અંધજન) ક્રિકેટરોના રમતથી (SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ)ખાતે

નુતન લીલોતરી ક્રિકેટ મેદાનનું ઓપનીંગ

અમદાવાદ :  શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને જયહિંદ પત્રના સહતંત્રી શ્રી જયદેવભાઇ શાહ ની ઉપસ્થિતિમાં તેમજ દિવ્યાંગ અંધજન ક્રિકેટરોના રમતથી (SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ)ખાતેનુતન  લીલોતરી  ક્રિકેટ મેદાનનું ઓપનીંગ

કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગ ડીસાથી દેવજીભાઇએ રનીંગ કોમેન્ટરી આપી સૌનૈ ખુશ કર્યા હતા.

આ પ્રસંગે કાર્યક્રમની શરુઆતે જયદેવભાઇ શાહે જણાવ્યું હતુ કે,આ લીલોતર ક્રિકેટ મેદાન જોઇને અત્યંત આનંદ થાય છે.આ સંસ્થા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓનેરમતગમત પ્રત્યે રસ જાગૃત કરાવે છે તે જોઇ અત્યંત આંનંદ થાય છે.

આ પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતુંકે, નવી પેઢીના સદ્રઢ ઘડતર માટે આ ક્રિકેટ મેદાન તૈયાર કરવામાં આવેલ છે.

ગુરુકુલના પાયામાં સાયન્સ,સ્પોર્ટસ અને સ્પિરિચ્યુઆલીટી છે. ગુરુકુલના પ્રણેતા શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલની હરેક ફેકલ્ટીમાં ધર્મનો પાયો નાંખેલ છે.

ખરેખર અમે આ  ક્રિકેટ મેદાનને ભગવાનનું મંદિર માનીએ છીએ અને ખેલાડીઓને ભગવાનના પુજારી માનીએ છીએ. બેટ બોલ ને અમે ભગવાનના પુજાના સાધનો માનીએ છીએ.

ખેલો...ખૂબ ખેલો...દિલથી ખેલો....ખેલદિલીથી ખેલો…પણ કદિ હતાશ થશો નહીં. દુનિયા વાહ વાહ કરે કે હુરિયો બોલાવે તોપણ દરેક રમતવીરે પોતાના કર્તવ્યને વફાદાર રહેવું જોઇએ..

આ જે ક્રિકેટ મેદાનનું ઓપનિંગ, જેનાં ભીતરનાં ચક્ષુ જાગૃત છે એવા દિવ્યાંગ અંધજનોની ક્રિકેટ રમતથી શરુઆત થઇ તેનો અમને આનંદ છે.આ પ્રસગે મુબઇ થી નવિનભાઇ દવે,વગેરે મોટી સંખ્યામા ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:29 am IST)